વડગામ: વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ ચૂંટણી વખતે આપેલા વચનો ફળીભૂત કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. જે અંતર્ગત તેમણે સોમવારે મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી. અને તેમાં નર્મદાનું પાણી કેવી રીતે નાંખી શકાય તે અંગેના એકશન પ્લાનની ચર્ચા કરી હતી.
વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ ચૂંટણી વખતે આપેલા વચનો ફળીભૂત કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. જે અંતર્ગત વડગામની જનતાને મુક્તેશ્વરનું પાણી મળી રહે તે માટે સોમવારે ફરીવાર ડેમની વિજીટ કરી હતી અને સિંચાઈ વિભાગના અધિકારીઓ નાયબ કાર્યપાલક ઇજનેર આર. ડી. ચૌધરી સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ કેવી રીતે નર્મદાનું પાણી મુકતેશ્વરને મળી શકે તે બાબતે અધિકારીઓ સાથે જાણકારી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ધારાસભ્યએ પોતાની એક ટેક્નિકલ ટીમ લઈને મુકતેશ્વર ડેમની વિજીટ કરી હતી જેમાં પ્રથમ નર્મદાનું પાણી મુક્તેશ્વર લાવવા દરખાસ્ત કરવાની વાત થઈ હતી ત્યાર બાદ મુક્તેશ્વર થી કરમાવત તળાવમાં પાઇપ લાઈન મારફતે પાણી લાવવા બાબતે પણ દરખાસ્ત કરવામાં આવશે તેમ જણાવેલ હતું. જેમાં વન વિભાગ પાસે પણ કાયદાકીય પરામર્શ કરાશે તેમજ વચ્ચે આવતા તળાવો પણ ભરવામાં આવશે તેમ જણાવેલ હતું. (તસવીરો અને માહિતી: જીતેન્દ્ર પઢિયાર, પાલનુપર)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.