રજૂઆત કરતી મહિલાઓના આક્રોશને શાંત કરવા સૂરમાં સૂર પુરાવ્યોઃ MLA ગેનીબેન

ઢુંઢરમાં 14 વર્ષની બાળકી પર થયેલા અત્યાચાર મામલે ગેનીબેન ઠાકોરનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું

DivyaBhaskar.com | Updated - Oct 12, 2018, 02:06 PM

પાલનપુર: હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ બનાસકાંઠાના વાવ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મહિલાઓ સાથેની ચર્ચામાં એક વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, બળાત્કારના આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ. તેના બચાવમાં રજૂઆત કરવા આવેલી મહિલાઓના સૂરમાં સૂર પુરાવી પોતે આવું નિવેદન કર્યું હોવાનું જણાવીને ગેનીબેને યુ-ટર્ન લીધો હતો.


ગેનીબેને શું કહ્યું બચવામાં?


આ મામલે ગેનીબેને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મહિલાઓ આક્રોશમાં આવી આરોપીને સળગાવી દેવાની વાત કરતી હતી જેથી મેં પણ આ મહિલાઓ ને શાંત કરવા માટે તેમના સુર માં સુર પુરાવ્યો હતો


શું હતો બનાવ?


સાબરકાંઠાના ઢુંઢરમાં 14 વર્ષની બાળકી પર થયેલા અત્યાચાર મામલે ગેનીબેન ઠાકોરનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેમાં વિવિધ સામાજિક સંગઠનોની મહિલાઓ આરોપીને કડક સજા થાય તે માટે રજુઆત કરવા ગેનીબેનના ઘરે પહોંચી હતી. તે સમયે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હાજર મહિલાઓને કહ્યું હતું કે, ભારતના કાયદામાંથી દરેકને પસાર થવું પડતું હોય છે. આવી ઘટનામાં જે તે સમયે 500-1000 લોકોએ ભેગા થઈને આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ. બળાત્કારના આરોપીને પોલીસને હવાલે ન કરવો જોઈએ. જે સમયે બનાવ બન્યો ત્યારે જ આ પગલું ભરવું જોઈએ.


માહિતી અને તસવીરો: ધવલ જોષી, પાલનપુર

સામાજિક સંગઠનોની મહિલાઓ આરોપીને કડક સજા થાય તે માટે રજુઆત કરવા ગેનીબેનના ઘરે પહોંચી હતી
સામાજિક સંગઠનોની મહિલાઓ આરોપીને કડક સજા થાય તે માટે રજુઆત કરવા ગેનીબેનના ઘરે પહોંચી હતી
ઘટનામાં જે તે સમયે 500-1000 લોકોએ ભેગા થઈને આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ તેવું નિવેદન ગેનીબેને કર્યુ હતું
ઘટનામાં જે તે સમયે 500-1000 લોકોએ ભેગા થઈને આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ તેવું નિવેદન ગેનીબેને કર્યુ હતું
MLA geniben thakor takes u turn on bunt accused with petrol on indecent
X
સામાજિક સંગઠનોની મહિલાઓ આરોપીને કડક સજા થાય તે માટે રજુઆત કરવા ગેનીબેનના ઘરે પહોંચી હતીસામાજિક સંગઠનોની મહિલાઓ આરોપીને કડક સજા થાય તે માટે રજુઆત કરવા ગેનીબેનના ઘરે પહોંચી હતી
ઘટનામાં જે તે સમયે 500-1000 લોકોએ ભેગા થઈને આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ તેવું નિવેદન ગેનીબેને કર્યુ હતુંઘટનામાં જે તે સમયે 500-1000 લોકોએ ભેગા થઈને આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ તેવું નિવેદન ગેનીબેને કર્યુ હતું
MLA geniben thakor takes u turn on bunt accused with petrol on indecent
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App