Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » પાલનપુરનો રઘુ સાપથી બચાવે છે લોકોને, પકડીને જંગલમાં છોડ્યા 5 હજાર સર્પ | man mission to save snake in palanpur save approx 5 thousand snake

પાલનપુરનો રઘુ સાપથી બચાવે છે લોકોને, પકડીને જંગલમાં છોડ્યા 5 હજાર સર્પ

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 09:17 PM

રહેણાંક વિસ્તારમાં લોકો સાપ નીકળે તો હેરાન કરતાં કે મારી નાખતાં જોઈને આદર્યું અભિયાન

  • પાલનપુર: શહેરના એક યુવાન દ્વારા આજથી 5 વર્ષ અગાઉ શરૂ કરાયેલી એક અનોખી સેવા આજે વટવૃક્ષની જેમ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. અત્યાર સુધીમાં રઘુ નામના યુવાને શહેરના રહેણાંક વિસ્તારોમાં નીકળતા પાંચ હજારથી વધુ સાપોને પકડી જંગલમાં જીવિત હાલતમાં સુરક્ષિત રીતે છોડી દઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું .

    સાપોને બચાવવાનો સેવાયજ્ઞ


    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં વિવિધ જીવ સેવા ગ્રૂપ દ્વારા પશુ પક્ષીઓની અલગ અલગ રીતે સેવા ચાકરી કરવામાં આવતી હોય છે, ત્યારે શહેરના રઘુ પુરોહિત નામના યુવાને રહેણાંક વિસ્તારમાં નીકળતાં સાપોને લોકો હેરાન કરી મારી મોતને ઘાટ ઉતારતાં જોઇ આવા સાપોને બચાવવા રઘુ માં ભાવ જાગ્યો અને તેને સાપોને બચાવવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો હતો. આજથી પાંચ વર્ષ પહેલાં શરૂ કરેલો આ સેવા યજ્ઞ આજે સમગ્ર વિસ્તારમાં વટવૃક્ષની જેમ પ્રસરી ગયો છે.

    આગળની સ્લાઈડ્સ ઝેરી જીવજંતુ નીકળે તો લોકો રઘુને ફોન કરવા લાગ્યા (તસ્વીરો:ધવલ જોષી, પાલનપુર)

  • પાલનપુરનો રઘુ સાપથી બચાવે છે લોકોને, પકડીને જંગલમાં છોડ્યા 5 હજાર સર્પ | man mission to save snake in palanpur save approx 5 thousand snake
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઝેરી જીવજંતુ નીકળે તો લોકો રઘુને ફોન કરવા લાગ્યા


    શહેરના કોઈપણ ખૂણે રહેણાંક વિસ્તારોમાં સાપ અથવા ઝેરી જીવજંતુઓ નીકળતા લોકો રઘુને જ ફોન ગુમાવવા લાગ્યા છે ફોન આવતાની તુરંત રઘુ પોતાની ટીમને લઇ ઘટના સ્થળે પહોંચી સાપને પકડી શરીર ઉપર વીંટોલી  નજીકના જંગલમાં સુરક્ષિત રીતે જીવિત હાલતમાં છોડી આવવાનું કાર્ય કરી રહ્યો છે જ્યારે તાજેતરના સમયમાં રઘુ પોતાના સેવા ગ્રૂપનું નામ જય ગોગા મિત્ર મંડળ આપી તેમાં દસથી વધુ લોકો સેવા કાર્યોમાં રઘુ સાથે જોડાયા છે.


    આગળની સ્લાઈડ્સ શું કહે છે સાપ પકડનાર રઘુ

  • પાલનપુરનો રઘુ સાપથી બચાવે છે લોકોને, પકડીને જંગલમાં છોડ્યા 5 હજાર સર્પ | man mission to save snake in palanpur save approx 5 thousand snake
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    શું કહે છે સાપ પકડનાર રઘુ


     રઘુએ જણાવ્યું હતું કે, તેણે અત્યાર સુધીમાં કોબ્રા, ખડચીતરું, આંધળું ચાકડૂ જેવા વિવિધ પ્રકારના ઝેરી 5 હજારથી વધુ જીવોને પકડી જંગલ વિસ્તારમાં જીવીત હાલતમાં સુરક્ષિત રીતે છોડી દીધા છે.  જો સાપ પકડતી વખતે તેને અસલી નાગ જણાય તો તેને પકડી સ્થાનિક લોકોને થાળી નારિયેળ અને ગાયને ઘાસના પૂળા નાખવાનુ સૂચન કરે છે .

  • પાલનપુરનો રઘુ સાપથી બચાવે છે લોકોને, પકડીને જંગલમાં છોડ્યા 5 હજાર સર્પ | man mission to save snake in palanpur save approx 5 thousand snake
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending