તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ભારતના પશુધનને વિદેશ ન મોકલવાના નિર્ણય સામે જીવદયા પ્રેમીઓ લાલઘુમ| Livelihood Lovers Lalghuman Against The Decision Not To Send India's Livesto

ભારતના પશુધનને વિદેશ ન મોકલવાના નિર્ણય સામે જીવદયા પ્રેમીઓ લાલઘુમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા : ભારત સરકારે દેશના પશુધન ને નાગપુર એરપોર્ટ થી ઇસ્લામિક દેશ મા મોકલવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ અંગે બનાસકાંઠા જિલ્લાના જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે શુક્રવારે બનાસકાંઠા જીવ દયા પ્રેમીઓએ ભારતના પશુધનને વિદેશ મોકલવા નિર્ણય સામે વિરોધ નોંધાવી નાયબ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.  સરકાર જો પશુધનને વિદેશ મોકલશે તો પશુ પ્રેમીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

 

હવે સરકારે ક્રૂર નિર્ણય કર્યો છે તે અત્યંત દુઃખની બાબત છે

 

ભારત સરકારે દેશના પશુઓને ઇસ્લામિક દેશમાં મોકલવાનો નિર્ણય કર્યો છે જેમાં પ્રથમ તબક્કે શનિવારે પ્રથમ પશુઓનો જથ્થો નાગપુર એરપોર્ટ થી વિદેશ મોકલવાનો નિર્ણય લેવાયો છે જે કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તથા મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહેવાના છે ત્યારે સરકારના નિર્ણય સામે  જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે જિલ્લાના જીવદયાપ્રેમીઓ તથા અહિંસાપ્રેમી સંઘ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના જીવદયાપ્રેમીઓ તથા અહિંસાપ્રેમી સંઘ શુક્રવારે  બગીચા સર્કલ પાસ એકત્રિત થયા હતા અને બાદમાં  નાયબ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યુ હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત સરકારે એક લાખ જેટલા પશુધનને આવતા ત્રણ માસ દરમિયાન ઇસ્લામિક દેશમાં મોકલવાનો નિર્ણય કર્યો છે તેના કારણે જીવદયાપ્રેમીઓની અત્યંત લાગણીઓ દુભાઈ છે ભાજપ સરકારે ચૂંટણી દરમિયાન પિંકરીલોએશનની વાતો કરી પશુઓની કતલ બંધ કરાવવાની ખાતરી આપી હતી પરંતુ હવે સરકારે ક્રૂર નિર્ણય કર્યો છે તે અત્યંત દુઃખની બાબત છે

 

સરકારના  આવા અયોગ્ય અને ક્રૂર નિર્ણય માટે અહિંસાપ્રેમી તથા જીવદયાપ્રેમીઓ ક્યારેય ક્ષમા નહિ કરે

 

 

સરકારના  આવા અયોગ્ય અને ક્રૂર નિર્ણય માટે અહિંસાપ્રેમી તથા જીવદયાપ્રેમીઓ ક્યારેય ક્ષમા નહિ કરે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને ભારતની હિંદુ પ્રજાને વચન આપે કે ભવિષ્યમાં પણ ભાજપ સરકાર આવા પશુધનને  વિદેશમાં નહીં મોકલે અન્યથા ભારત દેશના તમામ જીવદયાપ્રેમીઓ તથા  અહિંસાવાદી આપના આ નિર્ણય સામે  વિરોધ દર્શાવી દેશમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે એટલું જ નહીં 2019 માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને વોટ નહીં આપે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

 

ભારતમાં દસ વર્ષ પહેલા  બીફ નિકાસ થતી હતી તેમાં  ૩૦૦ ટકાનો વધારો થયો છે.


ભારત સરકારે એક લાખ પશુધન ને વિદેશ મોકલવાનો નિર્ણય કર્યો છે.શનિવારે નાગપુર એરપોર્ટ થી પ્રથમ પશુઓના જથ્થો ઇસ્લામિક દેશમાં મોકલવામાં આવશે આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ઉપસ્થિત રહેશે અન જાણે સારું કામ કર્યું હોય તેમ લીલી ઝંડી આપશે. દસ વર્ષ પહેલા જેટલી બીફ નિકાસ થતી હતી તેના કરતા 300% વધારે બીફની  નિકાસ ત્યારે થઈ રહી છે. ચૂંટણી પહેલા પી.એમ.એ જે વચનો આપ્યા હતા તે નાટકો અને ઢોંગ  ખુલ્લા પડતા જાય છે. ગુજરાતમાં મટન માર્કેટના ઉદઘાટન થયા હિન્દુઓ ચૂપ રહ્યા. કતલખાનામાં સબસીડી આપવામાં આવી હિન્દુઓ ચૂપ રહ્યા. બીફ માં ૩૦૦ ટકા વૃદ્ધિ કરી હિન્દુઓ ચુપ રહ્યા. ગૌશાળામાં સબસીડી આપવાનું સરકારે બંધ કર્રી હિન્દુઓ ચૂપ રહ્યા. પશુધનને નિકાસ કરવાનું કામ ન મોગલોએ કર્યું અંગ્રેજોના શાસનમાં થયું અને ના કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન થયું તે કામ અત્યારે કહેવાતા ઢોંગી કથિત હિન્દુવાદી શાસનમાં થઈ રહ્યું છે જો સરકાર એમનો નિર્ણય પરત નહીં લે તો તો તમામ જીવદયાપ્રેમીઓ ઘરે ઘરે ફરીને આ સરકાર હિન્દુ વિરોધી છે તેનો પ્રચાર કરીશું

 

 

અન્ય સમાચારો પણ છે...