તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • દાંતાથી અંબાજી માર્ગ ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર ભેખડ ધસી Land Escape On Danta To Ambaji Highway Near Trishuliya Ghat In Banaskantha

દાંતા: અંબાજી માર્ગ ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર ભેખડ ધસી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર: દાંતાથી અંબાજી માર્ગ ઉપર મંગળવારની રાત્રે ભેખડ ધસતાં એક મોટો પથ્થર રોડ ઉપર આવી પડ્યો હતો. જો કે રાત્રીના સમયે ભેખડ ધસી હોવાથી અકસ્માત ટળ્યો હતો. પરંતુ બુધવારે બપોર બાદ પણ તંત્ર દ્વારા આ ભેખડ ન હટાવાતા વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો.


વરસાદી માહોલને લઇ ભેખડ ધસવાના બનાવો બનતા હોય છે. ત્યારે દાંતાથી અંબાજી જવાના માર્ગ ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર વળાંકમાં મંગળવારની રાત્રે ભેખડ ધસી હતી. જેમાં એક મોટો પથ્થર રોડ ઉપર આવી પડ્યો હતો. જો કે, આ ભેખડ રાત્રે ધસતાં આ માર્ગ ઉપર રાત્રે વાહનચાલકોની અવર-જવર ઓછી હોવાથી કોઇ અકસ્માત સર્જાયો નહતો. જો કે, ચૌદશ અને પૂનમ્ આમ બે દિવસ ટ્રાફિક વધારે હોવા છતાં તંત્ર દ્વારા બુધવારે બીજા દિવસે પણ આ મોટો પથ્થર રોડ ઉપરથી ન હટાવાતાં વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો હતો. આમ હવે ચોમાસા દરમિયાન તંત્ર દ્વારા આવી જોખમી ભેખડો ઉતારી લેવામાં આવે તેવો સૂર અંબાજી આવતાં શ્રદ્ધાળુઓમાં ઉઠ્યો છે.

 
દાંતાથી અંબાજી માર્ગ ઉપર મંગળવારની રાત્રે ભેખડ ધસતાં એક મોટો પથ્થર રોડ ઉપર આવી પડ્યો હતો. જો કે રાત્રીના સમયે ભેખડ ધસી હોવાથી અકસ્માત ટળ્યો હતો. પરંતુ બુધવારે બપોર બાદ પણ તંત્ર દ્વારા આ ભેખડ ન હટાવાતા વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો.


ભેખડ ઘસવાની ઘટનાની અન્ય(તસવીરો: જીતેન્દ્ર પઢીયાર પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...