ધાનેરાની ત્રણ ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા: ધાનેરા પોલીસ દ્વારા આ ત્રણે બોર્ડર ઉપર વાહન ચેકીંગ ચાલું હતું ત્યારે ત્રણે ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફ થી આવતી બે ગાડી અને 1 બાઈકની તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.  પોલીસે 14 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પી.આઇ. આર. જે.પાઠક તથા તેમની ટીમે નેનાવા ચેકપોસ્ટ ઉપર ચેકીંગ ચાલુ હતું. ત્યારે રાજસ્થાન તરફથી આવતી સેવરોલેટ ગાડી તેનો નંબર જીજે. 01 એચએન 1404ની તપાસ કરતા બિયર પેટી નંગ.16 ટીન નંગ 776 કિંમત રૂપિયા 57.600 તેમજ ગાડીની કિંમત 3.00.000 કુલ કિંમત 3,57, 600 ગાડી સાથે ઝડપી પાડ્યો.ડ્રાઈવર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.


બીજી બાજુ મગરાવા ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવતું બજાજ નું બાઈક નંબર.જીજે. 02.પી.9744 ની તપાસ કરતા બાઈકની બાજુમાં લગાવેલા થેલામાં વિદેશી દારૂની બોટલ નંગ.87 અને બિયર નંગ.24 કિંમત 10100 તેમજ બાઈકની કિંમત 20.000 કુલ મળી રૂપિયા 31.100 સાથે ઝડપી પાડ્યો હતો.ડ્રાઈવર બાઈક મૂકીને ભાગી ગયો હતો.


જ્યારે વાસણ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતું ટાટા પિકઅપ ડાલા નંબર જીજે.02.વીવી.5491ની તપાસ કરતા બિયરની પેટી નંગ.12 ટીન નંગ.288 કિંમત રૂપિયા 28800 અને પિકઅપ ડાલાની કિંમત રૂપિયા 3.00.000 કુલ 3,28,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તથા ગાડીના ચાલક મહેન્દ્ર ભીખાભાઇ પટેલ, માલિક ગગન જયંતિભાઈ પટેલ તથા તેમના સાથેનો ત્રીજો શખસ હર્ષદ મગનભાઈ વાઘેલા (તમામ રહે બુડાસણ તા.કડી જી.મહેસાણાને પકડી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે અને કુલ 117500 તેમજ બે ગાડી કિંમત 600000 તેમજ બાઈકની કિંમત 20000 અને કુલ કિંમત 7, 37,500 રૂપિયા જપ્ત કરી કર્યો હતો.ત્રણે ગુનામાં પોલીસે 14, 23,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.