1

Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Banaskantha » Farmers will become violent if they do not get water,responsible Govt- Geniiban

પાણી નહિ મળે તો ખેડૂતો હિંસક બનશે, જવાબદારી સરકારની: ગેનીબેન

Divyabhaskar.com | Last Modified - Jul 12, 2018, 09:54 AM IST

કોંગ્રેસના ધારાસભ્યએ પાલનપુરમાં કલેકટરને મળી પાણી માટે રજુઆત કરી

  • Farmers will become violent if they do not get water,responsible Govt- Geniiban

    પાલનપુર: નર્મદા કેનાલનું પાણી ચાલુ ન કરાતા સરહદી પંથકની સ્થિતિ દિન પ્રતિદિન કફોડી બની રહી છે. બુધવારે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે વાકેફ કર્યા હતા . દરમિયાન કલેક્ટરે લેખિતમાં સમગ્ર માંગ લખવાનું કહેતા ધારાસભ્યએ પોતાના લેટરપેડ પર પોતાના વિસ્તારની વ્યથા રજૂ કરી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી . બાદમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધારાસભ્ય ગેનીબેનએ બે દિવસમાં પાણી નહી મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.


    નર્મદા કેનાલમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બુધવારે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જિલ્લા કલેકટરને મળી પાણી માટે રજુઆત કરી હતી. કલેકટરે સરકાર સુધી વાત પહોંચાડવા માટે લેખિતમાં રજૂઆત કરવાનું કહેતાં તેમણે પોતાના લેટર પેડ પર સમગ્ર પરિસ્થિતિ વર્ણવી હતી . બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે “ સરહદી 200 થી 250 ગામો માત્ર નર્મદા પાણીના સહારે જ પાણી પીવે છે.

    સરકારે 15 મે સુધીમાં પાણી આપવાનું કહ્યું હતું જે ચાલુ કર્યું નથી, નર્મદાના ડેમમાં પાણીની આવક શરૂ થઈ છતાં સરકારની પાણી આપવાની ઈચ્છા શક્તિ નથી, આ સરકાર ખેડૂતોને ઉલ્લુ બનાવી રહી છે, જો બે દિવસમાં પાણી નહીં અપાયતો વિરોધપક્ષના ધારાસભ્ય તરીકે નર્મદાની કેનાલ પર જઈ આંદોલન કરીશું, પ્રાંત કચેરીએ ધરણાં કરીશું, આવેદનપત્ર પાઠવીશું, ખેડૂતો હિંસક બનીને સરકારી મિલકતને નુકસાન પહુચાડે તો તે માટે સરકાર જવાબદાર રહેશે.” ઉલ્લેખનીય છે કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે આ અગાઉ તેમણે ખેડૂતો માટે હથિયાર ઉપાડવા પડે તો પણ ઉઠાવીશું તેવી વાત પણ કરી હતી.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending