ગેનીબેને કહ્યું, દુષ્કર્મના આરોપીને ભેગા થઈ પેટ્રોલ છાંટી એ જ દિવસે પૂરો કરી દેવાય

Bhaskar News

Bhaskar News

Oct 12, 2018, 11:35 AM IST
Do not give the accused to the police, the petrol sprinkler is burnt: Genieben

પાલનપુર: વાવના ધારાસભ્ય વધુ એકવાર વિવાદાસ્પદ નિવેદનમાં સપડાયા છે. મહિલાઓ સાથે વાતચીત દરમિયાન ધારાસભ્ય ગેનીબેન દુષ્કર્મના ઘટનાના પગલે એવું કહેતા જોવા મળ્યા હતા કે આવી ઘટના જે દિવસે બની એ જ દિવસે 500-1000 ભેગા મળી પેટ્રોલ સળગાવી એ જ દિવસે પુરો કરી દેવાય. એને પોલીસના હવાલે ના કરાય.


ગુરુવારે પાલનપુર ખાતે કોંગ્રેસના આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ દરમિયાન સમગ્ર મામલા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારે ત્યાં વિવિધ સંગઠનની મહિલાઓ આવી હતી જેમની એક જ રજૂઆત હતી. મહિલાઓનો ગુસ્સો શાંત પાડવા માટે મેં તેમને આમ કહ્યું હતું. મેં મારા નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે ભારતમાં જે કાયદા છે તેનાથી બધાએ પસાર થવું પડતું હોય છે મારો ઇરાદો વિવાદાસ્પદ નિવેદન આપવાનો ન હતો.

વધુ એક વીડિયો વાઇરલ થતાં વિવાદ


ભારતમાં જે કાયદા છે તેમાંથી બધાએ પસાર થવું પડતું હોય છે પણ આવી ઘટના જે દિવસે બની એ દિવસે 50, 100, 150, 500, 1000 જણાએ ભેગા મળી પેટ્રોલ સળગાવી એના એ જ દિવસે પુરો કરી દેવાય એને પોલીસના હવાલે ના કરાવાય.

X
Do not give the accused to the police, the petrol sprinkler is burnt: Genieben
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી