ડીસાઃ નેસડા ગામના યુવકની હત્યા, લાશ છત્રાલા બનાસ નદીના પટમાંથી મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાઃ ડીસા તાલુકાના જૂના નેસડા ગામનો યુવક ગત શનિવારે રાત્રે 8 કલાકે જમીને હું ગામમાં જઇ આવું છું તેવું કહી નિકળેલો યુવક પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી જેની મોડા સુધી કોઈ ભાળ ન મળતા છેવટે  ભીલડી પોલીસ મથકે ગૂમ રજીસ્ટરમાં ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ યુવકની લાશ છત્રાલા બનાસ નદીના પટમાંથી દાટેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામેલ છે.

 

પુરાવાનો નાશ કરવા લાશને નદીના પટમાં દાટી દેવાઇ


ભીલડી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના જૂના નેસડા ગામનો અરવિંદજી ધારજી ઠાકોર (ઉં.વ.25) જે 7 જુલાઇના રોજ રાત્રે 8 કલાકે જમ્યા બાદ હું ગામમાં જઇને આવું છું તેવું ઘરવાળાને કહી નિકળ્યો હતો જે પરત ન ફરતાં તેના પરિવારજનો દ્વારા સગા-સંબંધીઓમાં તપાસ કરતાં મળી ન આવતાં છેવટે ભીલડી પોલીસ મથકે ગૂમ થયેલ અંગેની જાણ તેના મોટાભાઇ ચમનજી ધારજીએ કરી હતી. બાદમાં ભીલડી પોલીસે તપાસ હાથ ધરતાં આ યુવકની લાશ છત્રાલા ગામે નદીના પટમાં હોવાની જાણ થતાં પોલીસે તપાસ કરી હતી. જ્યાં કોઇ શખસોએ અરવિંદને હથિયારના ઘા મારી હાથ-પગ બાંધી ઇજાઓ કરી મોત નિપજાવી દીધું હતું. પુરાવાનો નાશ કરવા લાશને છત્રાલા ગામની સીમમાં નદીના પટમાં દાટી દેવાઇ હતી. ભીલડી પોલીસે હત્યાનો ગૂનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ હત્યાનો ભેદ ઉકેલવા પાલનપુર એલસીબી શાખા, એફએસએલ તેમજ ભીલડી પોલીસે આગળની તપાસ હાથ ધરી ગૂનેગારને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.