તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તા- ગ્રાન્ટ કૌભાંડના 1.58 કરોડ પૂર્વ પ્રમુખ પાસેથી વસૂલવા ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર: પાલનપુર નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ નિલમબેન જાની સામે  વિપક્ષી નેતા અમૃતભાઇ જોષીએ ભૂગર્ભ ગટર યોજનામાં તૂટેલા રસ્તાઓના નવિનીકરણ માટેની ગ્રાન્ટમાં કૌભાંડ મામલે પ્રમુખ પાસેથી 1.58 કરોડ વસૂલવા અને સભ્યપદેથી સસ્પેન્ડ કરવા  મ્યુનિસિપલ કમિશ્નરમાં અપીલ કરી છે.


પાલિકાના 2016માં ભૂગર્ભ ગટર યોજનાના તૂટેલા રસ્તાઓના નવીનીકરણ માટે 4.50 કરોડની ગ્રાન્ટ હતી. જેમાં 3.33 કરોડ ચૂકવાયા હતા. જેમાં 1.58 કરોડ આસપાસની રકમ તત્કાલીન પ્રમુખ નિલમબેન જાની દ્વારા  ચૂકવણુ કરાયું હતુ. જોકે રસ્તાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાની તબક્કાવાર અનેક સ્થળોએ લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની તપાસ કરાઇ નથી. તેમની સામે વિપક્ષી નેતા અમૃતલાલ જોષીએ મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરમાં અપીલ કરી રકમ તેમની પાસેથી વસુલ કરવા અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે પાલનપુરમાં રસ્તાના કામોમાં થયેલા કૌભાંડની માર્ગ અને મકાન વિભાગને તપાસ સોંપવામાં આવી હતી જે પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...