પાલનપુરમાં રાજીવ આવાસમાં કૌભાંડ: પૂર્વ પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 23 સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર: સદરપુર ગામમાં  રાજીવ આવાસની જમીન શ્રી સરકાર થઈ હોવા છતાં પણ સર્વે 85માં 1700 મકાનો બનાવીને એજન્સીને રૂ. 33.50 કરોડ રૂપિયા પાલિકાએ ચૂકવી દઈ કૌભાંડ આચરતાં વિપક્ષના નેતાએ  પાલિકાના પૂર્વ પ્રમુખ -ઉપપ્રમુખ, બાંધકામ ચેરમેન અને સાથી 20 સભ્યોને કમિશ્નર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનની કોર્ટ ફરિયાદ કરતાં હડકંપ મચી ગયો છે. એજન્સીને ચૂકવાયેલા કરોડો રૂપિયા મામલે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના નગરસેવકો સામે કાર્યવાહી કરવા તેમજ તેમની પાસેથી પૈસા વસુલવા ફરિયાદ કરતાં આ મુદ્દાને લઈ પાલિકાના સત્તાધિશોમાં ફફડાટ ફેલાયો છે.

 

આવાસ યોજનામાં રૂ.33.50 કરોડ એજન્સીને ચૂકવી દેવામાં આવ્યા હતા

 

પાલનપુર નજીક સદરપુર ગામમાં સર્વે 85માં 1700 મકાનો બનાવીને એજન્સીને રૂ. 33.50 કરોડ રૂપિયા ચૂકવી દેવાતા પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા અમૃતલાલ જોષીએ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનરની કોર્ટ ગાંધીનગર ખાતે ફરિયાદ દાખલ કરી સભ્યો પાસેથી પૈસા વસૂલવા અને તેમને સભ્યપદેથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. નગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન કરાવવા બદલ પ્રમુખ ઉપપ્રમુખ અને બાંધકામ ચેરમેન ઉપરાંત 20 સભ્યો પાસેથી કલમ 37 અને 70 મુજબ પગલાં લેવા માંગ કરી છે.


આ અંગેની વિગતો આપતા અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે નગરપાલિકાના શાસકોએ પાલનપુર શહેરને બહુ મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે , જ્યાં રાજીવ આવાસ યોજના બનાવાઇ છે ત્યાં જ ઘન કચરા નિકાલની લેન્ડ ફિલ સાઇટ બનાવવા 8 કરોડથી વધુનો ખર્ચ થયો છે. નગરપાલિકા હદ વિસ્તારમાં 21 ઝુપડપટ્ટી આવેલી છે. જેમાં રૂ. 3.97 લાખ ચોરસ મીટર જગ્યા ઉપલબ્ધ હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરી સદરપુરમાં ગંદા પાણીના નિકાલ માટેનો પોન્ડ હતો ત્યાં હેતુફેર કર્યા સિવાય કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી પાલનપુર શહેરની પ્રજાનું અહિત કરીને પોતાના ખિસ્સા ભર્યા છે. સરકારના આ તમામ પૈસા તેમની પાસેથી વસૂલવા જોઈએ અને ત્વરીત તેમને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવા જોઇએ. આ મામલે ગાંધીનગર સ્થિત કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનની કોર્ટમાં લેખિતમાં ફરિયાદ કરી છે. 

 

પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત આ 23 નગસેવકોના પગ તળે રેલો

 

1. નિલમબેન એસ જાની (પૂર્વ પ્રમુખ ) 
2. અશોકભાઇ બી ઠાકોર (વર્તમાન  પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ) 
3. દશરથસિંહ જે સોલંકી (ચેરમેન બાંધકામ શાખા ) 
4. હેતલબેન ગિરીશભાઈ રાવલ  
5. સંતોકબેન અશરફ લાલ રાજપૂત  
6. ચીમનલાલ સોમાભાઈ સોલંકી  
7. શાંતિલાલ પોપટલાલ પઢિયાર  
8. જયંતીભાઇ મોહનભાઇ પઢિયાર  
9. વિપુલકુમાર લલિતકુમાર રાવલ  
10. નાથીબેન ગણેશભાઇ પરમાર  
11. ભારતીબેન ભરતજી ઠાકોર  
12. સૂરજબેન મેહુલકુમાર ગઢવી  
13. અતુલકુમાર રમણીકલાલ જોષી  
14. જાગૃતિબેન વિજયકુમાર મહેતા  
15. જાગૃતિબેન વિજયકુમાર મોઢ 
16. પાર્થસારથી ડુંગરભાઇ પરમાર  
17. હસમુખભાઇ મોહનભાઇ પઢિયાર  
18. ગિરીશભાઇ કાન્તિભાઇ પરમાર 
19.કુસુમબેન ચંદ્રકાંત રાવલ  
20.પરમેશ્વરીબેન ગીરધરલાલ ગેહાની 
21.અલકાબેન દિનેશભાઇ પંચાલ  
22. દેવેન્દ્રકુમાર હિરાલાલ રાવલ  
23. વૈશાલીબેન બાબુલાલ લીંબાચીયા (તમામ નગસેવકો )