લડબી નદી પરના વહેણ પરથી બિલ્ડરે જાતે કોટ હટાવી દીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર: લડબી બચાવો અભિયાન અંતર્ગત હવે દબાણો હટાવવાનો અંતિમ તબક્કો છે ત્યારે મંગળવારે પાલિકાની ટીમે બાબુભાઇ કાઠિયાવાડની સ્કીમ પર બાકી રહી ગયેલી દબાણ હટાવ કામગીરી પૂરી કરી હતી અને લડબી વહેણમાં અવરોધરૂપ કાટમાળ ખસેડી લીધો હતો ઉપરાંત માનસરોવર વહેણમાં રહેણાંક સ્કીમના બિલ્ડરે કોર્ટ જાતે જ હટાવી લીધા હતા.બુધવારે આબુ હાઇવે પર ડિમોલેશનની કામગીરી કરવામાં આવનાર છે.


મંગળવારથી બાકી રહી ગયેલા દબાણો હટાવવા અને જ્યાંથી દબાણો હટાવ્યા હતા ત્યાંથી કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી  છે.માનસરોવર નાળા પર બિલ્ડર્સ દ્વારા કોટનો કેટલોક ભાગ જાતેજ હટાવી લીધો હતો. મંગળવારે કલેકટર કચેરી ખાતે સંકલનની બેઠકમાં લડબીનો મામલો ચર્ચાની એરણે રહ્યો હતો જેમાં જિલ્લામાં ભૂતકાળમાં પૂર વખતે સર્જાતી વિકટ પરિસ્થિતિઓ બાદ શું શીખ્યા ? અને ભવિષ્યમાં પૂર આવે તો શું કરી શકાય તે અંગેની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 

સંકલનની બેઠકમાં જિલ્લાના મોટાભાગના ધારાસભ્યો અને જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓએ હાજર રહી જુદા જુદા પ્રશ્નોની ચર્ચા પણ કરી હતી . સાંજે સર્કિટ હાઉસ ખાતે ભાજપ કોંગ્રેસના નેતાઓ ડિબેટ કાર્યક્રમમાં આમને સામને આવી ગયા હતા જ્યાં ભાજપના પ્રવક્તા હિતેશભાઇ ચૌધરીએ અને જિજ્ઞેશ મેવાણીએ લડબી મુદ્દે અભીપ્રાય રજૂ કર્યા હતા.

 

લડબી મુદ્દે બીનખેતીના હુકમો કરનાર જવાબદાર


એક મહિનાથી લડબી પરના દબાણોને લઇ વાદ વિવાદ સર્જાઇ રહ્યો છે. જેમના દબાણો તૂટ્યા છે તેઓ વહીવટી તંત્ર પર દોષારોપણ કરી રહ્યા છે ત્યારે જે તે સમયે બીનખેતીના હુકમો પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અને આ હુકમો કરનારા અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કર્યા વિના જ બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...