તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ડીસાના ભડથ ગામની ઝાડીમાંથી મળી આવ્યો સગીરનો કોહવાયેલો મૃતદેહ | A Adult Boys Dead Body Found From Deesas Bhadath Village

ડીસાના ભડથ ગામની ઝાડીમાંથી મળી આવ્યો સગીરનો કોહવાયેલો મૃતદેહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાઃ આજે(27 જૂન) ડીસા તાલુકાના ભડથ ગામની ઝાડીઓઓમાંથી એક સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ત્યાર બાદમાં આ સગીરની ઓળખવિધિ થઈ હતી.આ સગીર ચાર દિવસ અગાઉ હું આવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો.

 

સગીર અસ્થિર મગજનો હોવાનું આવ્યું બહાર


સગીરનો મૃતદેહ કોહવાઈ જવાના લીધે તેની તીવ્ર દુર્ગંધ આવતા આસપાસના લોકોને આ મૃતદેહ બાબતે જાણ થઈ હતી. આ સગીર કોણ હોવાની તપાસ કરતા બપોર બાદ આ સગીર ભડથ ગામનો જ ગંભીરસિંહ મલુભા વાઘેલા હોવાનું જાણવા મળ્યું હતું. ગંભીરસિંહ નામનો આ સગીર અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું હતું. તે  ચાર દિવસ પૂર્વે આવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. મૃતકની ઓળખ થયા બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને તેના મોત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

 

આગળ જુઓ મૃતદેહના વધુ ફોટોઝ

અન્ય સમાચારો પણ છે...