તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માઉન્ટ આબુ ચૂંટણી જાહેર થતાં આજથી ધમધમશે, ચાર દિવસથી સજ્જડ બંધ હતું પ્રવાસન સ્થળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 દિવસ સૂમસામ રહેલી પ્રવાસન સ્થળ ફરી રાબેતા મુજબ થયુ - Divya Bhaskar
4 દિવસ સૂમસામ રહેલી પ્રવાસન સ્થળ ફરી રાબેતા મુજબ થયુ

પાલનપુર: માઉન્ટઆબુમાં બાંધકામોની મંજૂરી માટેનો પ્રતિબંધ ઉઠાવી લેવા રાજસ્થાન સરકાર સામે આખું આબુ મેદાને પડ્યું હતું. પાછલા 4 દિવસથી માઉન્ટ આબુની એક પણ દુકાન ખુલી ન હતી. આજે રવિવારથી બંધ બજારો ફરી ધમધમી ઊઠી હતી. પરંતુ પ્રવાસીઓમાં ખાસ ઉત્સાહ બપોર સુધી જોવા મળ્યો ન હતો.  શનિવારે આબુ સંઘર્ષ સમિતિનું પ્રતિનિધિ મંડળ સિરોહી કલેકટરને મળ્યું હતું જેમાં જિલ્લા કલેકટરે આશ્વાસન આપ્યું હતું. દરમ્યાન એજ સમયે ચૂંટણી જાહેર થતા બજારો ખોલવાનો સામુહિક નિર્ણય લેવાયો છે. 


બાંધકામોની મંજૂરી ઉઠાવી લેવા માઉન્ટ આબુના વેપારીઓએ એકતા બતાવી: હવે આગામી સમયમાં નવી રણનીતિ ઘડાશે: સંરક્ષક સંઘર્ષ સમિતિ


4 દિવસથી આખું આબુ બંધ હોવાના લીધે ભેંકાર ભાસી રહ્યું છે. રસ્તાઓ પણ સુના છે. જનજીવન ઠપ્પ છે. વાહનોની અવરજવર બિલકુલ બંધ છે એકલ દોકલ પ્રવાસીઓ પોતાના વાહનમા આવીને જતા રહે છે કોઈ પણ રહેવાની, જમવાની કે ચ નાસ્તાની સુવિધા પણ ન હોવાથી આબુના હાલ બે હાલ છે. પ્રતિદિન આબુમાં 3 કરોડનું નુકસાન થઈ રહ્યાનો અંદાજ છે. સોમવારે આબુ સંઘર્ષ સમિતિના સભ્યો સિરોહી કલેકટર અનુપમા જોરવાલ વચ્ચે બેઠક યોજાઈ હતી જોકે બેઠકમાં કલેકટરે આશ્વાસન પાઠવ્યું હતું અને પોતે પણ બાયલોઝ મજૂર થાય તે હિતમાં હોવાનું જણાવ્યું હતું.આ મામલો રાજ્ય સરકારમાં જયપુર સ્થિત સ્વાયત શાસન વિભાગમાં આવતો હોઈ ત્યાં જિલ્લા કલેકટરે પત્ર પાઠવી દીધું હતું.


આ અંગેની માંહિતી આપતા આબુ સંઘર્ષ સમિતિના કન્વિનર સુનિલ આચાર્ય એ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટરે હકારાત્મક વલણ દાખવ્યું છે અમને આશા છે કે આબુના હિતમાં નિર્ણય આવશે. બાદમાં માઉન્ટ આબુ ખાતે સાંજે વેપારીઓની જનતા સાથે ખુલ્લા મનથી સ્થાનિક નેતાઓને ખુલ્લો પાડવા નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આંદોલનની નવી રણનીતિ તૈયાર કરવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું.જેમાં કેટલાક લોકોએ મતદાન બહિષ્કાર માટે સુચનો રજુ કર્યા હતા.


આ અંગે સંઘર્ષ સમિતિ આબુ સંરક્ષક ભારત સિંહ રાઠોડે જણાવ્યું હતું કે " માઉન્ટ આબુ બંધ વેપારીઓએ ભારે એકતા બતાવી છે. તમામ વેપારીઓનો આભાર. હવે આગામી સમયમાં નવી રણનીતિ ઘડીશું. રવિવારથી બજારો શરૂ થશે"


આચારસંહિતા અમલમાં આવતાં મુદ્દો અટકી પડ્યો


ચૂંટણી પંચે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી જાહેર કરતાં જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થયો છે તેવામાં રાજ્ય સરકાર બાયલોજ મામલે કોઇ નિર્ણય આવી શક્યો ન હતો.


અંકલેશ્વરનુ પરિવાર આબુમાં અટવાતાં હાલત કફોડી બની


અંકલેશ્વરથી પરિવાર સાથે માઉન્ટ આબુ આવેલું એક પરિવાર શનિવારે અટવાયું હતું .હોટેલમાં રોકાણ કે જમવાનું કે બાળકો માટે પાણીની બોટલ સુધ્ધાં ન મળતા પરિવારની હાલત કફોડી બની હતી.


પાલનપુર એસટી ડેપોને પ્રતિદિન 3 લાખનું નુકસાન પહોંચ્યું


ગુજરાતના સહેલાણીઓ સાથે જોડાયેલા આબુમાં ગુજરાતના જુદા જુદા ડેપો દ્વારા બસ માઉન્ટ આબુ જાય છે જેમાં એકલા પાલનપુર ડેપો દ્વારા જ પ્રતિદિન 3 લાખનું નુકસાન થઈ રહ્યું છે.