તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લકઝરી બસમાંથી અમદાવાદના 9 શખસો રાજાપાઠમાં ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: પાલનપર પશ્ચિમ પોલીસે રવિવારે સાંજે જુના આરટીઓ સર્કલ પાસે મીની લકઝરી બસને રોકાવી બસમાંથી નવ શખસોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ.જે.ડી.મેવાડા સ્ટાફના પીએસઆઇ કે.ડી.બ્રહ્મભટ,એએસઆઇ સુમેરસિંહ,ઉમાભાઇ સહિતના સ્ટાફ સાથે જુના આરટીઓ સર્કલ પાસે રવિવારે સાંજે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.તે સમયે આબુરોડથી અમદાવાદ તરફ જઇ રહેલી મીની લકઝરી આઇસર બસ નંબર જી.જે.1. સીજેડ.9800 ઉપર શંકા જતા રોકાવી તલાસી લેવામાં આવી હતી.જેથી બસમાંથી નવ શખસો રાજાપાઠમાં મળી આવ્યા હતા.જેમની સામે પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.જેના પગલે રાજાપાઠમાં આવતા શખસોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

રાજાપાઠમાં ઝડપાયેલા શખસો
 
1.અશોક અમૃતભાઇ હેડાઉ રહે.જોગેશ્વર સોસાયટી,અમદાવાદ
 2.ગોવિંદ નંદજી પટેલ રહે.અંજલી હોટલ પેલેસ રૂદ્રાક્ષ કોમ્પલેક્ષ,ચાંદખેડા અમદાવાદ
 3.શૈલેષ સુરજસિંહ શર્મા રહે.અમરાજી નગર,અમદાવાદ 
 4.મુકેશ સોનાભાઇ ગોહીલ રહે.કનુમીયાની ચાલી અમદાવાદ
 5.રણજીત અંબુજી રાજપુત રહે.નિર્ણય નગર અમદાવાદ 
 6.પ્રણવ વસંતભાઇ મોરી રહે.રતનપોળ અમદાવાદ
 7.નરેશ રમેશભાઇ વાઘેલા રહે.કમુ નીયાની ચાલી, અમદાવાદ
 8.તુષાર જગન્નાથ કહાર રહે.બાલા કુંભારની ચાલી, અમદાવાદ
 9.અજય પ્રકાશભાઇ કહાર રહે.પ્રહલાદ નગર અમદાવાદ
 
: તમામ તસવીરો અંકિત વ્યાસ
અન્ય સમાચારો પણ છે...