તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ પ્રસિદ્ધ અંબાજીમાં 7 દિવસીય મહાકુંભ શરૂ, પ્રથમ દિને 1.35 માઇભક્તોએ કર્યાં દર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજી:યાત્રાધામ અંબાજીમાં ભાદરવીના મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે. જ્યાં શનિવારે ચુંદડીવાળા માતાજીએ દિપપ્રાગટ્ય કરી મેળાને ખૂલ્લો મૂકયો હતો. દરમિયાન મેળામાં આવતાં હજારો શ્રદ્ધાળુઓના અરવલ્લીની ગિરીકંદરાઓમાં પગરવ થઇ રહ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શનિવારે બનાસકાંઠા જિલ્લા કલેકટર જેનુ દેવન, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, ખ્યાતિ પ્રાપ્ત ચુંદડીવાળા માતાજીના વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય અને આરાધના થકી મહાકુંભને વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
શ્રદ્ધાળુઓ માટે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરાઇ હતી
શ્રદ્ધાળુઓ માટે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરાઇ હતી. અંબાજી નીજધામ તરફના નજીકના અંતરે અરવલ્લીની કંદરાઓમાં જાણે શ્રદ્ધાના પગરવ મંડરાવા પામ્યા છે. માઇભક્તોની સેવા કરી પુણ્ય કમાવા તત્પર એવા સેવા કેમ્પો અને મેડીકલ કેમ્પો સહિતની સેવાઓ અંબાજીને જોડતાં માર્ગો ઉપર શરૂ થઇ ગયા છે. પ્રથમ દિને લાખો યાત્રિકોએ માં અંબાના દર્શન કર્યાં હતાં.
ભાદરવી મહામેળાનો પ્રથમ દિવસ
યાત્રિકોની સંખ્યા-1.35
લાખ-પ્રસાદ વિતરણ-1.21 લાખ
આવક-28.14 લાખ
બેંક આવક-11.90 લાખ
બસ-5450
ધ્વજારોહણ-147
દર્શનનો સમય
આરતી સવારે 06-15થી 06-45
દર્શન સવારે 06-45થી 11-30
દર્શન બંધ બપોરે 11-30થી 12-30
દર્શન બપોરે 12-30થી 4-30
દર્શન બંધ સાંજે 04-30થી 07-00
આરતી સાંજે 07-00થી 07-30
દર્શન સાંજે 07-30થી01-30
દર્શન બંધ રાત્રે 01-30થી 06-15
ભાદરવી મેળાના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ચાચરચોકમાં નવચંડી યજ્ઞ યોજાયો
ભાદરવી મેળાના પ્રથમ દિને પ્રતિવર્ષની જેમ મેળો નિર્વિઘ્ને પુર્ણ થાય તે માટે થઇ મંદિર ચાચરચોકમાં નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો.
અખાદ્ય ચીજોની ફરિયાદો ઊઠી
મેળાના પ્રથમ દિને જ અંબાજીની ખાણીપીણીમાં બનાવટી પનીરથી માંડી બટર અને દેશીઘીથી માંડી તેલ અને પ્રસાદમાં પણ અખાદ્ય વસ્તુઓની મીલાવટ થતી હોવાની યાત્રિકોમાં ફરિયાદો ઉઠવા પામી છે.
આગળની સ્લાઇડમાં વાંચો,10.600 ગ્રામ સોનાની ભેંટ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો