તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢમાં વેપારીના હાથમાંથી લૂંટ, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ:  અમીરગઢ મુખ્ય બજારમાં સોમવારના ધોળા દિવસે વેપારીના હાથમાંથી રૂ. પાંચહજારની લૂંટ કરી ફરાર થતાં ત્રણ પૈકીના બે શખસોને પ્રજાએ પકડી પોલીસને સોંપ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
અમીરગઢ ચાંદની ચોકમાં કરીયાણાની દુકાન ધરાવતા રવિકુમાર ગીરધારીભાઇ અગ્રવાલ સોમવારના બપોરે પોતાના હાથમાં રૂપિયા પાંચ હજાર લઇને ઉભા હતા. ત્યારે અચાનક ત્રણ શખસો આવીને વેપારીના હાથમાંથી રૂપિયા ઝુંટવી ફરાર થઇ ગયા હતા. જોકે પ્રજાએ ત્રણ પૈકી બે શખસોને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. અને બનાવની જાણ પોલીસને કરતા દોડી આવેલી પોલીસ ટીમે બન્ને શખસોને જેલના હવાલે ધકેલ્યા હતા. 

આ બનાવ સદર્ભે પોલીસે ફરીયાદી રવિકુમાર અગ્રવાલની ફરીયાદના આધારે પાલનપુર માનસરોવર પાસે રહેતા માનસિંગ લક્ષ્મણભાઇ બાવરી, જગદીશકુમાર ઘનશ્યામભાઇ ગૌસાઇ તેમજ અન્ય એક શખસ સામે લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે, આ બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જોકે ફરાર થયેલો શખસ રૂપિયા લઇને ફરાર થવામાં સફળ રહ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો