45 યાત્રિકો લઇને બાલારામ દર્શને જઇ રહેલી અંડરબ્રિજમાં ફસાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: યાત્રાધામ બાલારામ જતાં સોમવારે ખાનગી લકઝરી બસ અંડરબ્રિજમાં ફસાઈ ગઈ હતી. બસમાં 45 યાત્રાળુ હતા. બસ લાખણીથી અંબાજી જઇ રહી હતી. તે દરમિયાન બાલારામ મહાદેવના દર્શન કર્યા બાદ ચિત્રાસણીના અંડર પાસમાં પાણી હોવાથી આ બસને ક્રેન દ્વારા બસ ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.

બાલારામ અંડરબ્રિજમાં વારંવાર વાહનો ફસાય છે. ચિત્રાસણીના રહીશ દિનેશ દોશીએ જણાવ્યું  કે, ‘વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતાના કારણે વાહન ચાલકો હેરાન થાય છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. અગાઉ આ અંગે આત્મવિલોપનની કોશિશ કરવામાં આવી હતી તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.’
 
અન્ય સમાચારો પણ છે...