આબુરોડ નજીક કન્ટેનરમાંથી 30 લાખનો વિદેશી દારૂ પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ: અમીરગઢને અડીને આવેલી રાજસ્થાન પોલીસ ચેકપોસ્ટ પર બાતમીના આધારે રવિવારે મોડી રાત્રે રૂ.30 લાખના દારૂના જથ્થા સાથે એક શખસને પકડી કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલાં રાજસ્થાન પોલીસે પકડી પાડ્યો હતો. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટને અડીને આવેલી રાજસ્થાન માવલ ચેકપોસ્ટ પર બાતમીના આધારે પોલીસ સ્ટાફે સિરોહી જિલ્લા પોલીસવડાની સૂચનાથી રવિવારે મોડી રાત્રે નાકાબંધી કરી હતી. દરમિયાન રાજસ્થાન તરફથી પુરઝડપે આવતા કન્ટેનરને રોકાવી તલાસી લેતા કન્ટેનરમાં ગુજરાતમાં લઇ જવાતો પરપ્રાંતીય રૂપિયા 30 લાખની કિંમતની પેટી નંગ-852 મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે ટોકના માલપુર નિવાસી ધર્માંરામ શીખને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...