તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 હજાર ખેડૂતોએ બટાકાની સબસીડી માટે અરજી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર: તાજેતરમાંજ ગુજરાત સરકારે બટાકા નિકાસ પરની સબસીડી જાહેર કરી હતી. અને જેમાં અત્યાર સુધી 24 હજાર જેટલી અરજીઓ સબસીડી સહાય મેળવવા માટે આવી છે.30 નવેમ્બર અંતિમ તારીખ રાખવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ત્રણ લાખ ખેડૂતો છે જેઓ જુદીજુદી ખેતી કરીને ગુજરાન ચલાવે છે.

 

જે પૈકી કેટલાક ખેડૂતો બટાકાનું પણ ઉત્પાદન કરે છે. જોકે ચાલુ સાલે બટાકાની ખેતીમાં પોસણક્ષમ ભાવો ન મળતા ગુજરાત સરકારે બટાકા પર પ્રતિ કટ્ટે 50 રૂપિયાની સબસીડી જાહેર કરી હતી. જેમાં ખેડૂત દીઠ 600 કટ્ટાની મર્યાદામાં વધુને વધુ 30 હજાર સબસીડી મળી રહે તે માટે અરજીઓ માંગવવામાં આવી  હતી. જેમાં અગાઉ 30 ઓગષ્ટ અરજી કરવાની અંતિમ તારીખ હતી. ત્યારબાદ 30 નવેમ્બર કરાઇ હતી. અને હવે 31 ડીસેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જેમાં સોમવાર સુધી 24 હજાર જેટલી અરજીઓ આવી છે. બનાસકાંઠા જિલ્લામાં બાગાયત વિભાગની કચેરી ખાતે હાલમાં અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે.

 

જિલ્લામાં 200 કોલ્ડ સ્ટોરેજ 


ખેડૂતો પોતાના બટાકાના પાક સંગ્રહી શકે તે માટે જિલ્લાના 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે. જેમાં ડીસામાં 152, પાલનપુર - 9, વડગામ - 17, દાંતા - 1, કાંકરેજ - 2, દિયોદર- 1, અમીરગઢ -2, લાખણી - 2 કોલ્ડ સ્ટોરેજ છે.

અન્ય સમાચારો પણ છે...