તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢીમાની સીમમાં કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં પાણીની રેલમછેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ: વાવ તાલુકાના ઢીમા ગામની સીમમાં રવિવારે વહેલી સવારે કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા કેનાલના પાણી ખેતરમાં વાવેતર કરેલ જીરાના તૈયાર થયેલ પાકમાં ફરી વળતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
 
બનાસકાંઠા જિલ્લામાં કેનાલો તૂટવાનો સીલસીલો ચાલુ છે. ત્યારે ઢીમા ગામની સીમમાં રવિવારે વહેલી સવારે ભુરાભાઇ મોંનાભાઇ બ્રાહ્મણના ખેતરમાં કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં તેમના ખેતરમાં ત્રણ એકરમાં જીરાના તૈયાર થયેલા પાકમાં પાણી ફરી વળતા મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. આ અંગે નર્મદા શાખાના ડેપ્યુટી એન્જિનિયર પી. કે. વાઘેલાએ જણાવ્યું હતું કે ‘કેનાલમાં પાણી સંગ્રહ માટે ખેડૂતોએ આડશો મુકેલ જેને લીધે કેનાલ ઓવરફ્લો થઇ ઉભરાઇ છે.’
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો