તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોડા ચેકપોસ્ટ પરથી ટ્રકના ચોર ખાનામાં સંતાડેલા દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ: થરાદની ખોડા બોર્ડરની ચેકપોસ્ટ પરથી સોમવારે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી લીધી હતી. જેમાં કેબીનના ચોરખાનામાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-758 કુલ કિંમત રૂ. 5.30 સહિત ટ્રક મળી રૂ. 15.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખસોને ઝડપી લીધા હતા. ના.પો.અધિક્ષક થરાદના ઉમેશ પટેલની બાતમી આધારે સોમવારના રોજ ખોડા ચેક પોસ્ટ ખાતે પીએસઆઇ આર.જી.ચૌધરી, કોન્સ્ટેબલ નવીનભાઇ, ખેમજીભાઈ, વિહાભાઈ તથા ગુલાબભાઇના સાથે ચેકીંગમાં હતા. 

દરમિયાન એક ટ્રક નં જીજે-08-ઝેડ-9196 માં કેબીનમાંથી પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂની પેટીઓ નંગ-758 જેની કુલ કિંમત રૂ. 5,30,000 ને ભરી ગુજરાતમાં લઇ આવતા ગાડી કિંમત રૂ. 10,00,000 તથા અંગે ઝડપીમાંથી કિંમત રૂ. 5000 રોકડા તથા બે મોબાઈલ ફોન રૂ. 1000 નો મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 15,36,000 ને કબજે કર્યો હતો. 

તેમજ ટ્રકમાં ભરી હેરાફેરી કરતા આરોપી રસુલખાન અબ્દુલખાન મોઈલા (કુંભાર) (રહે. સાતા,તા.ચોહટન, જિ.બાડમેર) તથા ટ્રકનો કલીનર અનવરખાન ગુફરખાન મોઈલા (કુંભાર) (રહે. સાતા, તા. ચોહટન, જિ બાડમેર) પુનમારામ શામળારામ જાતે વિશ્નોઇ (રહે. ડેડુસણા, તા. સાંચોર) એ હરીયાણાના તોષામ નજીકથી અજાણ્યા શખસોની મદદથી ભરાવતા ટ્રકના ચાલક રસુલખાન તથા કલીનર અનવરખાનને પકડી પોલીસે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...