પાલનપુરમાં CMના આગમન દરમિયાન વિરોધ કરનારા 15 ની અટક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: પાલનપુરમાં મંગળવારે પાસપોર્ટ સેવાકેન્દ્રના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી પ્રવચન આપી રહ્યા હતા. ત્યારે પાલનપુર પાલિકાના કોંગ્રેસના સદસ્યા આશાબેન રાવલ શહેરના પૂર્વ વિસ્તારના વિકાસ મુદ્દે રજુઆત કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. આ ઉપરાંત સભા અગાઉ એનસીપીના શિવરામ ફોસી, પાસના કન્વીનર ભાવેશ પટેલ, આપના કાર્યકર રવિ સોની, આંગણવાડી સભાના પ્રમુખ ચંપાબેન પરમાર સહિત 15થી વધુ કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા હતા.અને કાર્યક્રમ પૂર્ણ થતાં તમામને મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે કિસાનસંઘના પ્રમુખ ભીખાભાઇ ભુટકાને તેમના ઘરે ગઢ પોલીસ દ્વારા નજર કેદ કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...