તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા નજીક પિતા-પુત્રને બંધક બનાવી 10 લાખનો માલ ભરેલી ટ્રક લૂંટી લીધી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા: ડીસા નજીક શુક્રવારે મોડી રાત્રે રાજસ્થાનના ખેડૂતોનો માલ ભરી પાલનપુર- ઊંઝા ગંજમાં જઇ રહેલા ટ્રક ડ્રાયવર પિતા પુત્રને કેટલાક શખ્સોએ બંધક બનાવી લૂંટ કરી ટ્રક ડીસાના અખોલ નજીક મૂકી દીધી હતી.આ બનાવને લઈ શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતાં ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.

રાજસ્થાનમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મગનલાલ હીરાલાલ માજીરાણા, રહે.,ગંગાનાગર ગોળીયા રામસીન, તા. જસવંતપુરા, જી.જાલોર, અને તેમનો પુત્ર રાજસ્થાનથી જસવંતપુરાના અલગ-અલગ ગામોના કુલ આઠ જેટલા ખેડૂતોનો એરંડા, જીરું,મગ અને રાયડાનો માલ ભરીને પાલનપુર અને ઊંઝા ગંજબજારમાં લઇ જઇ રહ્યા હતા. તે દરમ્યાન તેઓ ડીસા તાલુકાના ટેટોડા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની ટ્રકમાં પંક્ચર પડતા તેઓ ટ્રક રોડની સાઈડમાં કરીને ઉભા હતા. ત્યારે છ અજાણ્યા શખસોએ આ પિતા- પુત્રને ધમકી આપી ટ્રકમાં દારૂ ભર્યો હોવાનું કહી ટ્રકની તલાશી લેવાનું જણાવી બંને પિતા પુત્રને બંદી બનાવીને ટ્રકમાં બેસાડી દીધા હતા. 

તેમને હાથ પગ આંખો પર પટ્ટી બાંધી અલગ અલગ જગ્યાએ નાના વાહનમાં બેસાડી ફેરવ્યા હતા.એક વખત તેમને ભાગવાની કોશિશ કરતા આ શખ્સોએ તેમને મૂઢ માર માર્યો અને 10 લાખ ઉપરાંત નો મુદ્દામાલ અન્ય ટ્રકમાં ભરીને સગેવગે કરી દીધો હતો.લૂટારાઓએ પિતા પુત્રને ધાનેરા રોડ નજીક આવેલા રાજારામ કોલ્ડ સ્ટોરેજ નજીક તેમની ખાલી ટ્રક સાથે મૂકીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ બંને પિતા પુત્રએ ડીસા તાલુકા પોલીસ મથક પહોંચતા પી આઈ ડી.ડી.ગોહિલે પ્રાથમિક તપાસ બાદ ડ્રાયવર ની ફરિયાદના આધારે અજાણ્યા છ લોકો સામે લૂંટનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો