તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂઈગામ: ડુંગળા માઇનોર 2 કેનાલમાં સતત ચોથીવાર 10 ફૂટનું ગાબડું પડ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૂઈગામ:  સરહદી સૂઈગામ તાલુકાના છેવાડાના દુદોસણ ગામની સીમમાંથી પસાર થતી ડુંગળા માઇનોર 2 કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરમાં તૈયાર જીરુંના પાકમાં ભરાતા ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
 
કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની ડુંગળા માઇનોર 2 કેનાલમાં રવિવારે રાત્રે વધુ પાણી છોડી દેતા 10 ફૂટનું ગાબડું પડતા દુદોસણના ખેડૂત હરસેગભાઈ હમીરજી ચાવડાના ખેતરમાં જીરું વાઢી તૈયાર પાથરામાં પાણી ભરાઈ જતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ અંગે હરસંગભાઈએ જણાવ્યું કે મારા ખેતરમાં આ ચોથીવાર કેનાલ તૂટી છે,કેનાલ ની કામગીરી હલકી થવાને કારણે મારા ખેતરમાં વારંવાર કેનાલ તૂટવાને કારણે મારે નુકસાન વેઠવુ પડે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો