તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપ દેખા દે કે તરત લોકો આ બંને યુવાનોને યાદ કરે છે કેમ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાંચ વર્ષમાં પ૦૦ સાપોને જંગલમાં મુક્ત કર્યા

અંબાજીમાં રહેતા બે યુવાનો સાપ પકડવામાં કુશળ છે. જેઓએ પાંચ વર્ષમાં પ૦૦ ઉપરાંત સાપો પકડીને જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યા છે. અરવલ્લીની ગીરીકંદરામાં વસેલા યાત્રાધામ અંબાજીમાં ચોતરફ વનરાજી છવાયેલી છે. જ્યાં સરીસૃપો અવાર-નવાર માનવ વસતિ તરફ આવતા હોય છે.

તાજેતરમાં અંબાજીની ક્રિષ્ના સોસાયટીમાં વહેલી સવારે કાળોતરો જોવા મળતા જ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. દરમિયાન ઇન્દિરાનગરમાં રહેતા સાગર બારોટ અને કમલેશ સાંખલાને જાણ કરાતાં જ બન્ને યુવાનો તાબડતોબ પહોંચી જઇ કાળોતરાને પકડી સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યો હતો. જેને લઇ સ્થાનિક રહેવાસીઓએ હાશકારાની લાગણી અનુભવી હતી.

આ અંગે સાગર અને કમલેશે જણાવ્યું હતું કે, 'અત્યાર સુધીમાં છેલ્લા પાંચેક વર્ષોમાં પ૦૦ થી પણ વધુ સર્પ પકડીને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરી દિધા છે. એકાદ બે ઘટનામાં ઝેરી સર્પોએ દંશ પણ દિધા હતા. જો કે તેની પરવા કર્યા વિના અબોલ જીવોને વિનામૂલ્યે પકડી જંગલમાં ત્યજી દેવાનો આનંદ કંઇ ઓર છે.’