તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠાના ૩૬ પોલીસ કર્મીઓની બદલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અશોકકુમાર યાદવ દ્વારા જિલ્લામાં જુદાજુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની વહીવટી બદલીઓ કરવામાં આવી છે. દિવાળીના પર્વૈ પહેલાં બદલીનો ગંજીપો ચીપાયો છે. આ અંગે જિલ્લા પોલીસ વડાની કચેરીના સૂત્રોએ જણાવ્યું હતુ કે 'જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં બજાવતા એએસઆઇ, અ.હે.કો., હે.કો., એ.એલ.આર સહિ‌તના ૩૬ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.બદલીને લઈ કર્મચારીમાં કહીં ખુશી કહીં ગમના દૃશ્યો જોવા મળતાં હતા.