• Gujarati News
  • 200 Mound Pomegranate Diocese Distributed For Free To People Receiving Cash Crop

૨૦૦ મણ દાડમનો રોકડીયો પાક મેળવી થરાદના લોકોને મફતમાં વહેંચ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ પંથકના ખેડૂતો દાડમ જેવા બાગાયતી રોકડીયા પાકની સફળ ખેતી કરી હાઇટેક અને પ્રગતિશીલ બન્યા છે. પરંતુ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બાબરાભાઇ પટેલે પ્રથમ વર્ષનો ૨૦૦ મણ જેટલો દાડમનો ઉતારો વેચવાને બદલે ગામ અને આજુબાજુના ગામોના લોકો તથા પક્ષીઓને ખવડાવી પોતાની ઉદાર મનોવૃત્તિના દર્શન કરાવ્યા હતા.

આ અંગે બાબરાભાઇએ જણાવ્યું હતું કે, તેમણે ત્રણ વર્ષ પૂર્વે ૧ હેકટર જમીનમાં ટપક સિંચાઇ પદ્ધતિથી દાડમના ૬૦૦ રોપાઓનું વાવેતર કર્યું હતું જેમાંથી અંદાજીત ૪૨૦૦ કિલો દાડમનું ઉત્પાદન થયું હતું.

પરંતુ પ્રથમ વર્ષ હોઇ વેચાણ ન કરતાં સૂડા જેવા પક્ષીઓના ઉપદ્રવથી બચાવેલા પાકને પેપરાલ તથા આજુબાજુના ગ્રામ્યજનો અને સગાંસ્નેહીજનોને ખવડાવી આનંદ મેળવ્યો હતો.