વાયડમાં વાયુદેવ પારણે ઝુલતા

વાયડમાં વાયુદેવ પારણે ઝુલતા

ભાવેશ બારોટ . કાંસા | Updated - Sep 10, 2010, 04:01 AM
વાયડમાં વાયુદેવ પારણે ઝુલતા
ભાવેશ બારોટ . કાંસા
પાટણ તાલુકાનું વાયડ ગામ ઐતિહાસિક અનેે ભવ્ય વિશાળ કિલ્લેબંધ નગરી હતી. વિધર્મી શાસકોના આક્રમણ વેળાએ ભવ્ય ઈતિહાસ વેરણછેરણ થઇ ગયો હતો. જોકે, હાલના સમયમાં આવેલો કુંડ (વાવ) તેમ ‘વાયડા’ પેટા જ્ઞાતિ ધરાવતાં ઠાકોર પરિવારો તેની નશિાની ગણાય છે. એટલું જ નહીં, નગરના રહીશોના ઇષ્ટદેવ વાયુદેવ હતા. જેેમની ચૈત્રી અને ભાદરવી અજવાળી છôના રોજ પૂજા કરવાનો મહિમા પણ છે. હાલમાં ચૈત્ર માસમાં ચાર દિવસ મહોત્સવ ઉજવાય છે.
પાટણથી ર૭ કિ.મી. દૂર આવેલું વાયડ ગામની વાયુપુરાણમાં પણ નોંધ લેવાઇ છે. ગુજરાતમાં વિધર્મીના આક્રમણ બાદ નર્જિન બનેલું નગર આજે વાયડ તરીકે જાણીતું છે. ઐતિહાસિક વાતો જોઇએ તો આ નગરને ફરતે ચાર યોજન ફરતા વિસ્તારવાળો કોટ હતો. ચારે દિશામાં ચાર કુંડ પૈકી પૂર્વમાં સૂર્યકુંડ, દક્ષિણમાં મહેશ્ર્વર કુંડ, પશ્ચિમમાં વિષ્ણુકુંડ અને ઉત્તરમાં બ્રહ્નકુંડ હતો. તેમજ વાયવી (સમોર માતા)ના સાંનિધ્યમાં એક વાવ છે. પરંતુ વિધર્મીઓએ આક્રમણ કરી નગરને નર્જિન બનાવી દીધું, પરંતુ ઈતિહાસની યાદ અપાવતી આ વાવ હાલમાં પણ મોજૂદ છે. સંવત ૧૨૯૨માં સિદ્ધરાજ જયસિંહે આ વાવનું બાંધકામ કરાવ્યું હતું. આ વાવની અંદર સાત ખંડ અને સાત માળ છે. જેની લંબાઇ ૧૨૫ ફૂટ અને પહોળાઇ ર૩ ફૂટ છે.
અહીં હાલમાં સમોર માતાજીનું મંદિર છે. જે સ્થળે અગાઉ વાયુદેવતાનું મંદિર હતું તેવું ગામલોકો જણાવે છે. સરપંચના જણાવ્યા મુજબ, હાલમાં વાયુદેવનો હિઁડોળા ઉત્સવ થતો નથી. પરંતુ ચૈત્ર સુદ પથી ૭ સુધી મહોત્સવ અને આઠમના રોજ શોભાયાત્રા કાઢી ગામની પ્રદક્ષિણા કરાય છે. ગામની નજીકમાં વાયડનગર નામનું પરું છે, જયાં વાયડા જ્ઞાતિના લોકોનો વસાવટ છે.

વાયડા પેટાજ્ઞાતિના ઠાકોરો નગરની પ્રાચીનતાનું પ્રમાણ છે
અહીં જે તે સમયે બાર હજાર બ્રાહ્નણો, ચોવીસ હજાર વાણિયા, પંદર હજાર કણબી, બે હજાર ક્ષત્રિયો અને સાત હજાર સુથારના ઘર હતા. આ ઉપરથી કહી શકાય કે એકાદ લાખની વસતીવાળું નગર હતું અને તેમના ઇષ્ટદેવ વાયુદેવ હતા. ભાદરવા સુદ-૬ અને ચૈત્ર સુદ-૬ના દિવસે વાયુદેવની પૂજા-અર્ચના કરી પારણામાં સુવાડવાનો મહોત્સવ ખૂબ જ મહત્વનો હતો. જે આજે પણ વાયડા જ્ઞાતિના લોકોમાં એટલો જ જાણીતો છે. વિધર્મીઓના આક્રમણ સમયે નગરમાં વસતા બ્રાહ્નણો અને વૈશ્યો સલામત સ્થળે ચાલ્યા ગયા, જ્યારે નર્જિન બનેલા નગરમાં ઠાકોર જ્ઞાતિના લોકો આજે પણ ત્યાંજ રહે છે. જ્યારે હાલમાં વસતા ઠાકોર સમાજના લોકોની પેટા જ્ઞાતિ વાયડા તરીકે જાણીતી છે.

X
વાયડમાં વાયુદેવ પારણે ઝુલતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App