ધોળેદહાડે વેપારીના ૬ લાખની ચીલઝડપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સામે પડકાર : શહેરના વેપારીની ગાડી આંતરી રોકડ ભરેલી થેલી લઇ બે બાઇકસવાર છૂ બીમાર માતાની સારવાર માટે આંગડિયા પેઢીમાંથી નાણાં લીધા હતા પિયુષભાઇ શાહનાં માતાની તબિયત બુધવારે લથડતાં બપોરે ૧૨ વાગ્યે અહીંના ર્ડાકટર હાઉસમાં સારવાર માટે ખસેડયા હતા. જોકે, તબીબે તેમને વધુ સારવાર અર્થે મુંબઇ લઇ જવાની સલાહ આપતાં નાણાંની જરૂરિયાત ઉભી થતાં આંગડિયા પેઢીમાંથી રૂ. ૬ લાખ લીધા હતા. ચેકબુક ફેંકીને ભાગેલા ગઠિયા બેન્કના સીસીટીવી કેમેરામાં કેદ પિયુષભાઇએ રોકડ સાથે મુકેલી ચેકબુક મહેસાણા નાગરિક બેંકની બહાર બાઇક પર જઇ રહેલા બે વ્યકિતઓ ફેંકીને ભાગ્યા હોવાનું બેંકની બહાર ગોઠવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયાનું બહાર આવતાં પોલીસે તે માર્ગે તપાસ હાથધરી છે. ગાડીમાંથી નાણાં ઉઠાવતી બાઇકસવાર ટોળકીનો આતંક ચાર દિવસ અગાઉ બપોરના ૨-૩૦ વાગ્યે પૂર્વ નગરસેવક ઉદય બ્રહ્મભટ્ટની ગાડીની સીટ પરથી રૂ. ૨ લાખની ઉઠાંતરી કરી ગયાની ઘટના બાદ બુધવારે બપોરે ૧૨-૩૦ વાગ્યે રૂ.૬ લાખની ચોરીની ઘટનાને અંજામ આપનાર બાઇકસવાર ટોળકીએ પોલીસની ઉંઘ ઉડાડી દીધી છે. એસ.એન.પટેલ પીઆઇ, બી ડિવિઝન સાથે સીધી વાત પ્રશ્ન : ગુનાની તપાસ કયા તબક્કે છે જવાબ : હાલમાં શકદારોને ચકાસવાની સાથે બેંકમાંથી મળેલા ફૂટેજને આધારે તપાસ હાથ ધરાઇ છે. પ્રશ્ન : ચોરીની ઘટના માટે જવાબદાર કોણ ? જવાબ : વેપારીની બેદરકારી ગણી શકાય. મોટીરકમ સાથે હોય ત્યારે ગાડીના ગ્લાસ ખોલી વાત કરવી હિ‌તાવહ નથી. તમારી પાસે મોટી રકમ હોય ત્યારે કોઇ અજાણ્યા વ્યકિત સાથે વાતચીત કર્યા વિના નિ‌શ્ચિ‌ત જગ્યાએ પહોંચવું જોઇએ. આવી અગાઉ પણ પોલીસ જાહેરાત કરી ચૂકી છે. પ્રશ્ન : ચાર દિવસમાં બીજી ઘટના બની છતાં, આરોપી કેમ પકડાતા નથી, પોલીસ નિષ્ક્રીય છે? જવાબ : પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સહિ‌તની કાર્યવાહી સહિ‌તની ફરજ બજાવે છે. મોટેભાગે ફોર વ્હીલરને અથડાવીને કે પછી ગાડીના ચાલકને વાતોમાં પરોવી ચોરી કરતી નવી જ ગેંગ મહેસાણામાં સક્રિય બની છે. આ ગેંગ રાજ્ય બહારની હોવાનું લાગે છે.