ગેરીતા હત્યાકેસ : આરોપીઓને પકડવા ત્રણ ટુકડીઓ બનાવાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોબાઇલ લોકેશન આધારે તપાસ આગળ વધારાઇ આરોપી ટૂંક સમયમાં ઝડપાઇ જશે : પોલીસ તાલુકાના ગેરીતા ગામે ગુરુવારે રાત્રે રાજપુત યુવાનની નાણાંની તકરારમાં થયેલી હત્યાના બનાવમાં ફરાર ચાર આરોપીને ઝડપી લેવા પોલીસે ત્રણ ટુકડી બનાવી છે અને આરોપીઓ હાથવેંતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજી તરફ ગામમાં વધુ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. વસાઇ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિજાપુર તાલુકાના ગેરીતા ગામે રામાજી ચૌહાણ નામના રાજપુત યુવાનની હત્યાના ગુનામાં ચાર શખ્સોને ઝડપી લેવા માટે પોલીસની ત્રણ ટુકડીઓ બનાવાઇ છે. જેમાં એક ટુકડીને રાજ્ય બહાર મોકલવામાં આવી છે, તો બીજી બે ટુકડી રાજ્યમાં ફરી રહી છે. આરોપીઓના સગાસંબંધી તેમજ મોબાઇલ લોકેશનના આધારે તપાસ આરંભાઇ છે જેમાં થોડી ઘણી સફળતા પણ મળી છે. ટૂંક સમયમાં ચારેય આરોપીઓ ઝડપાઇ જશે તેમ પોલીસે જણાવ્યું હતું. ગામમાં અજંપાભરી શાંતિ ઘટનાને પગલે ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જા‍તાં એસઆરપીની બે ટુકડીઓ સહિ‌ત દોઢસો પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શનિવારે દિવસ દરમિયાન ગામમાં અંજપાભરી શાંતિ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.