• Gujarati News
  • વરાછામાં રૂ.૨૮ હજારના દારૂ સાથે મહિલા ઝડપાઈ

વરાછામાં રૂ.૨૮ હજારના દારૂ સાથે મહિલા ઝડપાઈ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાં એ.કે.રોડ પર આવેલા અટલજીનગરમાંથી રૂ.૨૮ હજારના ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે વિધવા મહિલાને વરાછા પોલીસે ઝડપી પાડી હતી. એ.કે.રોડ પર આવેલા અટલજીનગરના મકાન નં. ૩૯૨ના પહેલા માળે વરાછા પોલીસે રવિવારે બપોરે છાપો માર્યો હતો. અહીં રહેતી ભીમા કાળુ રાવળની વિધવા લીલાબેનના ઘરમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડÛો હતો.ઇંગ્લીશ દારૂની ૧૪૪ બોટલો અને ગોવા બનાવટના ઇંગ્લીશ દારૂના ૭૯૯ પાઉચ કબ્જે કર્યા હતા કે જેની કુલ કિંમત રૂ.૨૮,૨૯૦ જેવી થાય છે. આ વિધવા મહિલાની પોલીસે અટકાયત કરી હતી અને તેને આ દારૂનો જથ્થો આપનાર પવન માલિયા નામનો શખ્સ ફરાર છે. પોલીસે વજિયને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.