• Gujarati News
  • ટીવી એકટ્રેસના રૂપિયા ચોરનાર પકડાયો

ટીવી એકટ્રેસના રૂપિયા ચોરનાર પકડાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીવી સિરિયન્સમાં કામ કરતી આયેશા ખાન નામની એકટ્રેસનો ડ્રાઇવર રોકડા રૂ. ૨.૧૦ લાખ તથા આઇ કાર્ડ ચોરી સુરત ભાગી આવ્યો હતો. તે કોસાડમાં આવ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચે તેને રોકડા રૂપિયા સાથે ઝડપી પાડÛો હતો.
મહમદ અયાન ઉફેઁ મીલન હેમંત કોટક લુવાણા (હાલ રહે. કોસાડ, અમરોલી, મૂળ રહે. ધૂળાભાઈની ચાલમાં, કાશીમીરા, મુંબઈ) મુંબઈની એક ટીવી એકટ્રેસના લાખો રૂપિયા ચોરીને સુરતના કોસાડ વિસ્તારમાં રહેવા આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી અયાનને ઝડપી પાડÛો હતો. તેની પાસેથી ક્રાઇમ બ્રાંચે રૂ. ૨.૧૦ લાખ રૂપિયા, ડેબિટ કાર્ડ, લાયસન્સ તથા એકટ્રેસ આયેશા ખાનનું સિને એન્ડ ટીવી એકટ્રેસ એસોસિયેશનનું આઇ કાર્ડ કબજે લીધું હતું.