• Gujarati News
  • પાટણમાં શંકાસ્પદ ડેન્ગ્યુના વધુ છ દર્દી નોંધાયા

પાટણમાં શંકાસ્પદ ડેન્ગ્યુના વધુ છ દર્દી નોંધાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૫ દિવસમાં ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ ડેન્ગ્યુના ૨૫ કેસ નોંધાયા: ડેન્ગ્યુના વધતા કેસથી તંત્ર બિલકુલ અજાણ
ભાસ્કર ન્યૂઝ. પાટણ
શહેરમાં બદલાતા વાતાવરણમાં વાયરલ ફીવરના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છ દર્દીને શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણો જણાયા હતા.છેલ્લા પંદર દિવસમાં શંકાસ્પદ ડેન્ગ્યુના ૨૫ જેટલા કેસ નોંધાયા હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.
શહેરના બસ સ્ટેશન સામે રિળયાત ચેમ્બર ખાતે ડા‹.હમિદ મનસુરીના દવાખાને છેલ્લા ત્રણ-ચાર દિવસમાં સારવાર હેઠળ આવેલ દર્દીઓ પૈકી છ દર્દી શંકાસ્પદ ડેન્ગ્યુના જણાયા હતાં. જોકે સમયસર ટ્રીટમેન્ટથી તબિયતમાં ફેર પડતો હોવાથી અને લેબોરેટરી રિપોર્ટ રૂ.૮૦૦ ખર્ચ થાય છે એટલે દર્દીને ખર્ચનો બોજ ન પડે માટે રિપોર્ટ ન કઢાવ્યા નથી તેવું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.
આ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દી સાલવીવાડાના અમીત દરજીના શરીરમાં ત્રાટકણો ઘટીને ૧૬ હજાર થયા હતા. પાટણની માધવનગર સોસાયટીના વિષ્ણુભાઇ પ્રજાપતિના રિપોર્ટમાં ત્રાટકણો ઘટીને ૧૧ હજાર થયાનું જણાયું હતું. ઉંચી શેરીના ગાૈરવ પટેલના શરીરમાં ત્રાટકણોનું પ્રમાણ ૩૮ હજારનું હતું. આ ઉપરાંત જયવીરનગરના રમેશભાઇ નાયી, જેકડા ગામના બાબુભાઇ સુથાર તેમજ પાટણના એક બાળકને શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.
શહેરના જાણિતા ફિઝિશિયન તબીબ ડા‹.હમિદ મનસુરીએ જણાવ્યું હતું કે, છેલ્લા પંદર દિવસમાં શંકાસ્પદ ડેન્ગ્યુના ૨૫ જેટલા કેસ તેમની તપાસમાં જણાયા છે. જેમાં હાલ ૬થી ૭ દર્દી સારવાર હેઠળ છે. જિલ્લા આરોગ્ય તંત્રના મેલેરિયા અધિકારી સતન જોષીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુના શંકાસ્પદ કેશ હોવા અંગે કોઇ જાણ થઇ નથી. ઉલ્લેખનયી છે કે, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યૂએ માથુ ઉચકતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.