- Gujarati News
- નંદાસણ પાસે ત્રપિલ અકસ્માત : ચૂંટણી સ્કવોર્ડના કર્મચારીઓ સહિત આઠને ઇજા
નંદાસણ પાસે ત્રપિલ અકસ્માત : ચૂંટણી સ્કવોર્ડના કર્મચારીઓ સહિત આઠને ઇજા
મહેસાણા : નંદાસણ નજીક સોમવારે સર્જાયેલા ત્રપિલ અકસ્માતમાં ચૂંટણી સ્કવોર્ડના કર્મચારીઓ સહિત આઠને ઇજા થઇ હતી. કડીના કસ્બામાં રહેતા ઇસ્માઇલ યુસુફખાન પઠાણે સોમવારે બપોરે ૨-૧૫ વાગ્યે પોતાની જીજે -૨બીડી -૭૧૭૨ નંબરની જીપ બેફામ હંકારી આગળ જઇ રહેલી રિક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રિક્ષા ટક્કર માયૉ બાદ આ જીપ સામેથી ચૂંટણી સ્કવોર્ડના કર્મચારીઓને લઇને આવતી જીજી -૧એકસ- ૧૪૦૩ નંબરની ગાડીને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ચૂંટણી કર્મચારીઓ સહિત આઠ વ્યકિતઓને ઇજા થતાં તમામને કડી અને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.અકસ્માત અંગે નંદાસણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.