• Gujarati News
  • તાંબાના તારનાં ગૂંચળાં ભરેલા થેલા સાથે બે ઝડપાયા

તાંબાના તારનાં ગૂંચળાં ભરેલા થેલા સાથે બે ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાટણ
પાટણ વિસ્તારમાં ઘરફોડ ચોરીના પગલે પોલીસ દ્વારા હાથ ધરાયેલા વાહનચેકિંગ દરમિયાન શનિવારે અનાવાડા ગામ પાસેથી બાઇક પર જઇ રહેલા બે યુવકો પાસેથી તાંબાના તારનાં ગંૂચળાંનો મોટો જથ્થો એક કોથળામાં ભરેલા મળી આવ્યાં હતાં. બંનેની અટકાયત પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ વડા એમ.એસ.ભરાડાની સૂચના મુજબ એલસીબી પીઆઇ ડી.ડી.ચૌધરી, પીએસઆઇ કે.જે.પટેલ, બી.એસ. વણકર તેમજ સ્ટાફે અનાવાડા ગામ પાસે દૂધારામપુરા રોડ પર શનિવારે વાહન ચેકિંગ કર્યું હતુ. જેમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતાં બાઇકસવારોને અટકાવ્યા હતા. બંનેની વચ્ચે એક મોટો કોથળો મળી આવતા તેમાંથી તાંબાના વાયરનાં ગૂંચળાંનો મોટો જથ્થો મળી આવ્Ûો હતો. જ્યારે બાઇકના કાગળ ન હોવાથી ચાલક અશોક સેંધાજી ઠાકોર (૨૨) રહે. ઉમતા, તા.વિસનગર અને તલાજી અનારજી ઠાકોર (૨૪) ખારીયાકાટકોટ, તા.થરા, બનાસકાંઠાની અટકાયત કરી હતી.આ જથ્થો કેબલ ચોરીનો હોવાનો પોલીસને શક છે. પોલીસે આ બાબતે બંનેની પૂછપરછ હાથ ધરી છે.