• Gujarati News
  • સ્કૂલોમાં ફિઝિકલ એજયુકેશન કોર્સમાંથી થિયરી આઉટ વિદ્યાર્થીઓ થશે જઇા

સ્કૂલોમાં ફિઝિકલ એજયુકેશન કોર્સમાંથી થિયરી આઉટ વિદ્યાર્થીઓ થશે જઇા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંખનો ઇલાજ હાર્ટનો ડોકટર કરે એવી સ્થિતિ શહેરની પ્રાથમિક શાળામાં શારિરીક શિક્ષણના વિષયમાં જોવા મળી રહી છે. આ વર્ષથી ધોરણ છ, સાત અને આઠમાં શારિરીક શિક્ષણનું એક જ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકનો ઉપયોગ માત્ર શિક્ષકો જ કરી શકશે. જો કે શાળાકિય સત્રને આજે ત્રણ મહિના વિતી હોવા છતાં હજી પુસ્તકો શિક્ષકો પાસે આવ્યાં નથી. નવા અભ્યાસક્રમ પ્રમાણે થિયરીનો એકડો જ કાઢી નાંખવામાં આવ્યો છે. ખેલાડીઓની ગ્રાઉન્ડ પરની એિકટવિટી જોઈને તેમનું મુલ્યાંકન કરવામાં આવશે. નવા અભ્યાસક્રમને લીધે પ્રેિકટકલનું મહત્વ વધી ગયું છે. પરંતુ શિક્ષણ વિભાગે નવી સિસ્ટમ અમલમાં લાવતી વખતે એ બાબત નજર અંદાજ કરી દીધી છે તે શહેરની મોટાભાગની ખાનગી અને સરકારી શાળાઓ પાસે પોતાના ગ્રાઉન્ડ જ નથી. ઉપરાંત પ્રેિકટલ રીતે વિવિધ રમત શીખવી શકે એવા વ્યાયામ શિક્ષકો પણ નથી. અગાઉ થિયરીના આધારે શારિરીક શિક્ષણમાં વિદ્યાર્થીઓ ગોખીને પણ પાસ થઈ જતાં હતા અને શારિરીક શિક્ષણ સિવાયના શિક્ષકો પણ વિદ્યાર્થીઓને થિયરી શિખવી શકતા હતા પરંતુ હવે બંને રીતે ગાડુ ગબડાવવું મુશ્કેલ હોવાથી આ વખતે ધોરણ છ થી આઠમાં વિદ્યાર્થીઓનો ખો નિકળવાની શકયતા વ્યાયામ શિક્ષક સંઘે પણ વ્યક્ત કરી છ.
પાલિકાની ૧૦૦, જિ.પં.ની ૫૫૦ ને ખાનગી ૨૫૦ શાળાઓ પાસે પોતાના મેદાન નથી
શહેરમાં પ્રાઇવેટ પ્રાથમિક સ્કૂલોની સંખ્યા ૪૫૦ જેટલી છે. જ્યારે જિલ્લા પંયાચતની પ્રાથમિક શાળાઓની સંખ્યા એક હજાર અને પાલિકાની પ્રાથમિક શાળાની સંખ્યા ૨૦૦ જેટલી છે. આ શાળાઓમાં સાડા ચાર લાખ જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કુલ પ્રાથમિક શાળાઓની સંખ્યા ૧૬૫૦ જેટલી થાય છે. ડીબી ગોલ્ડ એ કેટલી શાળા પાસે પોતાના ગ્રાઉન્ડ નથી એ જાણવાનો પ્રયાસ કર્યો તો ચોંકાવનારી માહિતી સામે આવી. ૯૦૦ જેટલી પ્રાથમિક શાળાઓ પાસે પોતાના ગ્રાઉન્ડ નથી. શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના સભ્ય રઈશ શેખ કહે છે કે પાલિકાની ૧૦૦ શાળા પાસે પોતાનું ગ્રાઉન્ડ નથી. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દર્શન દેસાઈ કહે છે કે જિલ્લા પંચાયતની ૫૫૦ સ્કુલો પાસે પોતાનું ગ્રાઉન્ડ નથી. જ્યારે ખાનગી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કહે છે કે શહેરમાં ૨૫૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ પાસે ગ્રાઉન્ડ નથી ચાલુ વર્ષથી આ શાળાના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે આ વર્ષથી શારિરીક શિક્ષણની માત્ર એક જ બુક અમલમાં આવી છે. આ જ બુકમાંથી શિક્ષકો ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવશે. ક્યાં વર્ષે શું ભણાવવું એ શિક્ષકો જ નક્કી કરશે. એટલે દરેક સ્કૂલમાં આ સબ્જેકટના અભ્યાસક્રમમાં એકસૂત્રતા જણવાશે નહીં. ઉપરાંત આ પુસ્તકો માત્ર શિક્ષકોને જ અપાશે. આ વર્ષથી ધોરણ છ થી આઠની થિયરીની એકઝામ લેવાશે નહીં. માત્ર પ્રેિકટલના આધારે વિદ્યાર્થીઓની સ્કિલનું મૂલ્યાંકન કરવામાં આવશે. જો કે શહેરની ૬૦ ટકા જેટલી સ્કૂલો પાસે પોતાના ગ્રાઉન્ડ ન હોવાથી આ પ્રેિકટલ ક્યાં લેવાશે અને કેવી રીતે વિદ્યાર્થીની સ્કિલનું મૂલ્યાંકન થશે એ જવાબ ડીઈઓ કચેરી પાસે પણ નથી.
અધર બોર્ડની સિસ્ટમ શું છે ?
જિલ્લા પંચાયત, પાલિકા અને ગુજરાત બોર્ડ જે સ્કૂલોમાં ચાલે છે તે સ્કૂલોમાં ચાલુ વર્ષથી ધો.૮થી ફિઝિકલ એજયુકેશનના વિષયમાં થિયરી કાઢી નાંખવામાં આવી છે. જો કે સીબીએસસી, ઇન્ટરનેશનલ બોર્ડ, આઈસીએસસી અને ક્રેિમ્બ્રજ બોર્ડમાં તો અગાઉથી પી.ટી.ના વિષયમાં થિયરી લેવાતી જ નથી. માત્ર પ્રેિકટલ જ લેવાય છે. જો કે આ ફાઈવ સ્ટાર કક્ષાની શાળાઓ પાસે પોતાના મેદાન ઉપલબ્ધ છે.
કેટલીક રમતો ગાયબ
ધો.૬થી ૮માં અથ્લેટિકસ, જિમ્નાસ્ટિક, કબãી, ખો-ખો, હોકી, ક્રિકેટ, વોલીબોલ, હેન્ડબોલ, ફૂટબોલ, બેડમિન્ટન જેવી રમતોનો સમાવેશ થાય છે. આમાંથી એક રમત શિક્ષકે અને એક રમત વિદ્યાર્થીએ સિલેકટ કરવાની રહેશે. જો કે આ સિવાયની જુડો, કરાટે, િસ્વમિંગ, ટેનિસ, કુસ્તી વગેરે રમત ઉડાવી દેવામાં આવી છે.
અનેક રમતોમાં થિયરોટિકલ નોલેજ જરૂરી છે
વ્યયામ શિક્ષક સંઘના સૂત્રો કહે છે કે માત્ર પ્રેકિટલના આધારે સારા રમતવીરો તૈયાર કરી શકાય નહીં. આ વિદ્યાર્થીઓ જ્યારે નવ અને દસમાં ધોરણમાં આવશે ત્યારે તો થિયરીની એકઝામ આપવી જ પડશે. એક થી આઠ ધોરણ સુધી થિયરી ન હોઈ અને અચાનક સંખ્યાબંધ રમતોની થિયરીનો અભ્યાસ તૈયાર કરવો પડે તો વિદ્યાર્થીઓને જ તકલીફ પડશે. આઠમાં ધોરણ સુધી તો વિદ્યાર્થીઓને એ જ ખબર ન પડશે કે કંઈ રમતના મેદાનનું માપ શું છે?, નેટનું માપ શું છે, ગોળા કે દડાનો માપ શું છે અને વજન કેટલું છે? ઉપરાંત અગાઉ થિયરીમાં તો બીજા વિષયના શિક્ષકો ફિઝિકલ એજયુકેશન ભણાવી શકતા હતા પરુંતું હવે તો પ્રિકટલમાં જે તે વિષયમના જાણકાર જ જોઈશે. એટલે શાળાઓએ ફરજિયાત ભરતી કરવી પડશે નહીં તો વિદ્યાર્થીઓ અટવાઈ જશે. સરકારી શાળાઓમાં તો ચાર વર્ષથી ભરતી નથી થઈ, જ્યારે પ્રાઇવેટ સ્કૂલમાં તો ડિગ્રીની જગ્યાએ સારા રમતવીરોને જ ઓછા પગારે નોકરીએ રાખવામાં આવે છે. જે શાળાઓ પાસે મેદાન નથી તેણે નજીકમાં કોઈ શાળા પાસે મેદાન હોય તો તે ઉધાર લેવું પડશે અથવા શાળાથી દુર કોઈ પાર્ટી પ્લોટ પર પ્રેિકટલ ટેસ્ટ લેવી પડશે.
હાલ મને કોઈ આઇડિયા નથી
^ પુસ્તક અંગે અને વિષયની થિયરી કાઢી નાંખવા અંગે મને કોઈ જાણકારી નથી. હું હાલમાં આ પદ પદ પર આવ્યો છું. અમારે ત્યાં હાલ એક હજાર શાળામાં દોઢ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એ.ડી.બરગુજર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
થિયરી વગર બધુ અધુરુ
^ કોઈ પણ વિષયમાં થિયરી અને પ્રેિકટલ સિક્કાની બે બાજુ સમાન છે. સ્પોર્ટસમાં તો ખાસ. જો થિયરી દુર કરાશે તો વિદ્યાર્થીને મેદાનના માપ અને બીજા સાધનોના વૈજ્ઞાનિક માપનો ખ્યાલ કેવી રીતે આવશે. નવનીત સેલર, પ્રમુખ, વ્યાયામ શિક્ષક સંઘ
ગ્રાઉન્ડ વગર પ્રેિકટલ શાની?
^ આ વર્ષથી માત્ર પ્રેિકટલ એકઝામ લેવાશે. હવે પ્રાથમિક સ્કૂલોમાં તો ૬૦ ટકા સ્કૂલો એવી છે જેની પાસે ગ્રાઉન્ડ નથી. આવી સ્કુલો વિદ્યાર્થીઓને ક્યાં રમાડશે. સરકાર ભરતી પણ કરતી નથી તો ક્યાં શિક્ષકો શારિરીક શિક્ષણ શિખવશે.
દપિક પટેલ, પ્રમુખ, પ્રાથમિક શિક્ષક સંઘ
ફેકટ ફાઇલ
૧૬૫૦
પ્રાથમિક સ્કૂલ
૪.૫
લાખ વિદ્યાર્થીઓ
૫૫૦
વ્યાયામ શિક્ષકોની ઘટ
૯૫૦
સ્કૂલો પાસે મેદાન નથી
૦૪
વર્ષથી ભરતી નથી થઈ