• Gujarati News
  • પાટણમાં સંત કહારનાથની શોભાયાત્રા નીકળી

પાટણમાં સંત કહારનાથની શોભાયાત્રા નીકળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણના સિદ્ધિ સરોવરની નજીક સંત કહારનાથ બાપાના સમાધિ સ્થાને ભાદરવા સુદ તેરસ નિમિત્તે શુક્રવારે સમાવિષ્ટ સંત કહારનાથ બાપાની વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટીસંખ્યામાં પટ્ટણી સમાજ જોડાયો હતો અને સમાધિ સ્થાનકે રાત્રે લોકમેળોની રંગત જામી હતી.
શહેરના સરોવર કિનારે બહુચર મંદિર નજીક ૭૫૨ વર્ષ પહેલા સંત કહારનાથ બાપા પાસે સમાધિ લીધી હતી અને ત્યારથી આ સમાધિ સ્થાનક પટ્ટણી, દેવીપૂજકોનું ભિકતશક્તિનું સ્થાન બન્યું છે. જયાં દર ભાદરવી સુદ તેરસની રાત્રે લોકમેળો ભરાય છે. આ નિમિત્તે શહેરના રેલવે સ્ટેશનથી મુખ્ય બજાર માર્ગ થઇ સિદ્ધિ સરોવર સુધી ધજાપતાકા લહેરાવતાં શોભાયાત્રા નીકળી હતી. આ નિમિત્તે અમદાવાદના ચમનપુરામાંથી દેવીપૂજકો બાવન ગજની ધજા સાથે ટ્રેન મારફતે પાટણ આવ્યા હતા અને સંત કહરનાથ બાપાના ભઢ્ઢીવાડાના જન્મસ્થાને દર્શન કરી સિદ્ધિ સરોવર સમાધિ સ્થાને પહોંચ્યા હતા અને લોકમેળાની રંગત મળી હતી. સેવા ટ્રસ્ટના જયંતભિાઇ પટ્ટણી અને રાજુભાઇ પટ્ટણીએ જણાવ્યું હતું કે,અમદાવાદમાં વસતા પટ્ટણીઓ સમાધિ સ્થાને ધજા સાદર કરી ઉત્સવમાં જોડાયા છે.