• Gujarati News
  • લિંબાયતમાં ૯૦૫ મૂતિgઓનુ વિસર્જન

લિંબાયતમાં ૯૦૫ મૂતિgઓનુ વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સંવેદનશીલ વિસ્તાર લિંબાયતમાં મદીના મસ્જીદ અને નૂરાની મસ્જીદ રૂટ પરની ગણેશ વિસર્જન યાત્રા બપોર સુધીમાં શાંતપિૂર્ણ માહોલમાં સંપÌા થઈ હતી. આ બંને રૂટ પરથી કુલ ૧૧૦ શ્રીજી પ્રતિમાની વિસર્જન યાત્રા પસાર થઈ હતી. તે સાથે લિંબાયતના જુદા જુદા વિસ્તારમાંથી મળી કૂલ ૯૦૫ મૂતિgઓનુ વિસર્જન કરાયું હતું. દર વર્ષની જેમ મદીના મસ્જીદ અને નૂરાની મિસ્જદવાળા રૂટ પરથી વિસર્જન યાત્રાને વેળાસર પસાર કરવા માટે પોલીસે ગણેશ આયોજકોને સૂચના આપી હતી. જે મુજબ સવારથી જ વિસર્જન યાત્રા નીકળવાની શરૂઆત થઈ ગઈ હતી. ખાસ કરીને મદીના મસ્જીદ રૂટ પરથી ૨૧ જેટલી ગણેશજીની મોટી મૂતિgઓની વિસર્જન યાત્રા નીકળી હતી. મદીના મસ્જીદ ખાતે આવેલી પ્રથમ ગણેશજીનુ લિંબાયતના તાજિયા કમિટીના અગ્રણી કેસર અલી પીરઝાદા, હાજી ચીનુ મનસુરી સહિતના અગ્રણીઓ સ્વાગત કર્યું હતું.