• Gujarati News
  • પાલનપુર નજીક બે બંધ મકાનમાંથી રૂ.૧૦ હજારની ચોરી

પાલનપુર નજીક બે બંધ મકાનમાંથી રૂ.૧૦ હજારની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાલનપુર
પાલનપુર ધનીયાણા ચોકડી નજીક આવેલી એક સોસાયટીમાં શુક્રવારની રાત્રે બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. જે પૈકી એક મકાનમાંથી ૧૦ હજાર ઉપરાંતની ચોરી થઇ હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. ત્યારે બીજા મકાનના માલિક બહાર રહે છે.
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,પાલનપુર ધનીયાણા ચોકડી નજીક આવેલા સ્વાગત બંગ્લોઝમાં રહેતા મેહુલભાઇ રઘુભાઇ પટેલના મકાન નં. ૧૯ અને શૈલેષભાઇ જયંતીલાલ મેવાડાના મકાન નં.૨૦ બંધ હતા. તસ્કરોએ તેનો મોકો જોઇ શુક્રવારની રાત્રીએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જેમાં મેહુલભાઇ પટેલના મકાનની તજિોરી તોડી હતી. પરંતુ મેહુલભાઇ પટેલ હાજર ન હોવાથી કેટલી ચોરી થઇ તે જાણી શકાયું નથી. તેમજ શૈલેષભાઇ મેવાડાના મકાનમાંથી રૂપિયા દસ હજારની રોકડ રકમ ચોરાઇ હોવાનું જયંતિલાલ મેવાડાએ જણાવ્યું હતું. જો કે આ અંગે મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી.
ભોયણમાં ૯૩ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
ડીસા :તાલુકાના ભોયણ ગામેથી તાલુકા પોલીસે રમેશજી ઠાકોરના રહેણાંક મકાનમાં રેડ કરી રૂ. ૧૨,૩૦૦ની િંકમતનો વિદેશી દારૂ અને બિયર ઝડપી લીધો હતો. ડીસા તાલુકાના ઇન્ચાર્જ પી.આઇ.આર.એમ.ભદોરીયાને ભોયણ ગામે વિદેશી દારૂ વેચાતો હોવાની બાતમી આધરે શનિવારે બપોરે ઓચિંતી રેડ કરી હતી. જેમાં રમેશજી ખેમાજી ઠાકોરના રહેણાંક મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૯૩ બોટલ મળી આવી હતી.