• Gujarati News
  • વિનાયકને વળાવવા આખું શહેર માર્ગ પર

વિનાયકને વળાવવા આખું શહેર માર્ગ પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન સવારથી ધીમી ગતિએ ચાલુ થયું હતું. જોકે, બપોરે ૩ વાગ્યા પછી વિસર્જન યાત્રાએ વેગ પકડ્યોહતો. ઢોલ-નગારા, ડજિે સાઉન્ડના સથવારે લોકોએ ભારે હર્ષોલ્લાસ સાથે શહેરના ૨૩ ઓવારાઓ પરથી વિસર્જન કરાયું હતું. બપોર બાદ વિસર્જન યાત્રાનો રંગ જામતા રાત્રે એક વાગ્યા સુધીમાં ૩૧,૩૫૧ જેટલી મૂતિgઓનું વિસર્જન થયું હતું. ગણેશ વિસર્જનની સવારે ૧૧ કલાકે છુટા છવાયા ગણપતજિીની યાત્રાઓ લઈ જવાતી હતી. સવારથી વિસર્જન યાત્રાનો પ્રવાહ ધીમો હતો. તેથી યાત્રા મોડી રાત્રિ સુધી ચાલે તેવી શકયતાઓ જણાતી હતી. યાત્રા નહિાળવા માટે દરેક માર્ગ પર લોકોની ભીડ જામી હતી. ભીડને કંટ્રોલ કરવા માટે ઘણી જગ્યાએ પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો તો કેટલીક જગ્યાએ શ્રદ્ધાળુઓ અને વિસર્જન કરનારાઓ વચ્ચે વધુ પૈસા ઉઘરાવવા બાબતે ચકમક ઝરી હતી. સાંજ પછી તાપીમાં પાણી ઘટી જતાં મૂતિgઓ કિનારા પર જ મૂકી રાખવી પડી હતી.
ડેપ્યુટી મેયર અને તેમના પરિવારે ભાગળ ખાતે બબાલ કરતા હોબાળો
સુરત : શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ભાગળ ખાતે ડેપ્યુટી મેયર વષૉ રાણા અને તેમના પતિ અને પુત્ર દ્વારા ભાગળ ખાતે બબાલ કરી હતી. જેમાં કેટલાક યુવાનો ઉપરાંત પોલીસ અને હોમગાર્ડના જવાનોએ પણ તેમની તુમાખીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વષૉ રાણાનું કહેવું છે કે કેટલાક બજરંગ દળના યુવાનો સાથે ઝગડો થયો હતો. પોલીસ કે હોમગાર્ડ નહીં.
શનિવારે સાંજે ડેપ્યુટી મેયર વષૉ રાણાના પતિ અને પુત્રની ભાગળ ચાર રસ્તા ખાતે કેટલાક યુવાનો સાથે બબાલ થઇ હતી. દરમિયાનમાં તેમણે ડેપ્યુટી મેયરને પણ બોલાવ્યા હતા. તેમણે પણ યુવાનોને ઠમઠોયૉ હતા. સૂત્રો તો જણાવે છે કે બબાલમાં વચ્ચે પડેલા પોલીસ અને હોમગાર્ડના જવાનોને પણ ડેપ્યુટી મેયરના પરિવારે છોડ્યા ન હતા. આ અંગે ડેપ્યુટી મેયર વષૉ રાણાને પૂછતા તેમણે કહ્યું કે કેટલાક બજરંગ દળના યુવાનો સાથે રસ્તા પર ઊભા રહી નાસ્તો કરવા અંગે તેમના પતિ અને તેમના મિત્રોની ચકમક થઇ હતી.બીજી બાજુ રાત્રે મહિધરપુરા પોલીસ મથકે એક મહિલા તથા યુવક સામે મારામારીની
જાણવા જોગ ફરિયાદ થઇ હતી.ઉધનાના નીલેશ લાકડાવાળાએ આ ફરિયાદ આપી હતી.પોલીસ ઇન્સ્પેકટર કેસી રાજપુતએ કહ્યું કે ફરિયાદમાં મહિલા અને યુવક અજાણ્યા તરીકે બતાવાયા છે.
વિસર્જન સાથે સાથે
@ ઘરે ઘરે ગણેશની સ્થાપના કરાઈ હોય તેવો માહોલ: મગલ્લા, રૂંઢ, ઉમરા વગેરે અનેક ઓવારાઓ પર દર સેકેન્ડે એક કાર આવતી હતી, જેમાં પરિવારનો લોકો પોતાના ઘરે સ્થાપના કરેલી મંગલમૂતિના વિર્સજન માટે આવતા હતા.પરિવારના લોકોની ભાવના છેક ઓવારા સુધી જઇને વિર્સજન કરવાની હતી.
@ ઘણા મંડળોમાં યુવક- યુવતીઓના ડ્રેસ કોડ : આ વખતે વિર્સજન યાત્રામાં ઘણા મંડળોમાં યુવક-યુવતીઓએ અલગ ડ્રેસ કોડ રાખ્યા હતા.કેટલાંક યુવકો બ્લેક જર્સીમાં હતા તો યુવતિઓ વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં હતી.પીપલોદમાં આવેલી પ્રાપિ્ત એપાર્ટમેન્ટ,ક્રૃષ્ણ કંુજ, પ્રગતિ એપાર્ટમેન્ટના મંડળોમાં ખાસ ડ્રેસ કોડે આકર્ષણ જમાવ્યું હતું.
@ પોલીસની વિસર્જન યાત્રાને આગળ ધપાવવા કવાયત : ભાગળ ખાતે અને લિમડા ચોક પાસે વિસર્જન યાત્રા દરમિયાન બેથી ત્રણ નાના-મોટા છમકલા થયા હતા. ભારે ભીડ વચ્ચે મામલો થાડે પાડવા પોલીસે લાઠીનો સહારો લેવો પડ્યો હતો. ધીમે જતા યાત્રિઓને દંડો બતાવીને ઉતાવળે વિસર્જન યાત્રા આટોપવા સુચના આપી સતત પ્રયાસો કરાતા પોલીસ જણાયા હતા.
શહેરમાં ૯૭ ટકા મૂતિgઓ માટીની
સુરત : શહેરમાં પ્રથમ વખત પીઓપીની પ્રતિમાઓ માટે વિસર્જનની અલાયદી વ્યવસ્થા કરાઇ હતી. જીપીસીબીએ લોકોને તાપી બચાવવા તાપી શુિદ્ધકરણનો સંદેશ વહેતો કર્યો હતો. શહેરમાં ૯૭ ટકા જેટલી પ્રતિમાઓ માટીની હોવાની વગિત જાણવા મળી છે.આમ શહેરીજનોએ પણ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂતિgઓથી દૂર રહેવાનું પ્રશંસનીય વલણ અપનાવ્યું હતું. તાપીમાં પ્લાસ્ટર ઓફ પેરીસનું ઝેર ન જાય તે માટે સરિતા સાગર સંકુલ, અડાજણ ખાતે સ્વામીનારાયણ મંદિરનાં સંતો પાસે ગણેશ પ્રતિમાનું વિસર્જન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરાવાયું હતું. દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન માત્ર વીસ જેટલી પીઓપીની ગણેશ પ્રતિમાઓ વિસર્જન માટે આવી હતી.
કેટલીક જગ્યાએ ગણેશભકતોની ચકમક
ગણેશજીના વિસર્જન વખતે ગણેશ ભકતો વચ્ચે કેટલીક જગ્યાએ નાની મોટી બબાલ થઈ હતી. ભાગળ ચાર રસ્તા ખાતે બે ગ્રુપ વચ્ચે કોઈક કારણોસર ઝગડો થતાં એકબીજા પર લાકડી ઉગામી હતી. પરંતુ પોલીસે દખલગીરી કરી લડાઈને મોટું સ્વરુપ મળે તે પહેલા તમામને છુટા પાડ્યા હતા.