• Gujarati News
  • વડાલીકંપા નજીક અકસ્માતમાં કાકા ભત્રીજીનું મોત

વડાલીકંપા નજીક અકસ્માતમાં કાકા-ભત્રીજીનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીપ અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો : ૯ જણ ગંભીર રીતે ઘાયલ
ભાસ્કર ન્યૂઝ.વડાલી
વડાલી-ધરોઈ માર્ગ પર આવેલ વડાલી કંપા પાટીયા પાસે શનિવારે બપોરે જીપ અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં કાકા-ભત્રીજીનું ઘટના સ્થળે મોત નપિજયું હતું. જ્યારે ૯ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તાબડતોબ ઈજાગ્રસ્તોને ઈડર તથા હિઁમતનગર સારવાર અર્થે લઈ જવાયા હતા.
ખેડબ્રહ્ના તાલુકાના વખિરવા ગામના કાનજીભાઇ વજાભાઇ ખોખરીયા શનિવારે પોતાની જીપ નં.જી.જે.૬.કે.૧૯૨૧માં પોતાના પરિવારના સભ્યોને લઈ ધરોઈ ડેમ બતાવવા નિકળ્યા હતા. જેઓ વડાલી-ધરોઈ માર્ગ પર આવેલા વડાલીકંપાના પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સામેથી પુરઝડપે આવતા ટ્રેકટરના ચાલકે પોતાના વાહનને પુરઝડપે ચલાવી જીપને ટક્કર મારી દીધી હતી. જેથી જીપ માર્ગની બાજુમાં ફંગોળાઈ ગઈ હતી. જેથી જીપમાં સવાર કાનજીભાઇ ખોખરીયા ઉ.વ.આ.૩૫ વર્ષ તથા તેમની ભત્રીજી રેખાબેન નારાયણભાઇ ખોખરીયાનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે કરૂણ મોત નપિજયું હતું. જ્યારે જીપમાં બેઠેલ અન્ય પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ વાન દ્વારા વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જયાં હાજર તબીબ એ.કે.ચારણ દ્વારા સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિઁમતનગર લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ટ્રેકટરમાં સવાર ચાર વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર અર્થે ઈડર ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માત સર્જાતાં માર્ગ પરથી પસાર થતા લોકોના ટોળે ટોળાં ઘટના સ્થળે એકઠા થયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
ઈજાગ્રસ્ત
કમાભાઇ કચરાભાઇ ખોખરીયા , કલુબેન અજીતભાઇ ખોખરીયા, નારાયણભાઇ વજાભાઇ ખોખરીયા , રકમાભાઇ વજાભાઈ ખોખરીયા , અજીતભાઇ વક્રિમભાઇ ખોખરીયા , તમામ રહે. વખિરણ, તા.ખેડબ્રહ્ના , પ્રકાશભાઇ છગનભાઇ ભંગી (રહે. હાથરવા) , હિઁમતભાઇ બાલજીભાઇ પટેલ (રહે.હાથરવાકંપા) , દિલપિભાઇ રતિલાલ પટેલ (રહે.હાથરવાકંપા) , બાલાભાઇ શામાભાઇ નાઈ (રહે.હાથરવાકંપા)