• Gujarati News
  • ફરિયાદ સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

ફરિયાદ સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં ઓવરલોિંડગને અટકાવવા આજે ભુજ ખાતે મળેલી ફરિયાદ સમિતિની બેઠકમાં કલેકટરે આરટીઓને તાકીદ કરી એક માસમાં અહેવાલ આપવા જણાવ્યું હતું.
હાઇવે પરના બમ્પ દૂર કરવા પણ માર્ગ વાહનવ્યવહાર વિભાગને સૂચના આપી હતી તથા ધોરીમાર્ગનું કામ તેના નિયમ મુજબ જ થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ખેડૂતોના ખેતર-વાડીમાં વીજટાવર મુકાય છે તેનું વળતર પૂરેપૂરંુ અપાય તે જોવા વીજતંત્રને તાકીદ કરી હતી તેમજ ટપ્પર ડેમમાં ઉમેરાતા ગંદા પાણીના મુદ્ે પગલાં ભરવા પ્રદૂષણ બોર્ડને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઇ છાંગાએ લેવાયેલા નિર્ણયોનો તાત્કાલિક અમલ થાય તેે જોવા અનુરોધ કર્યો હતો.ધારાસભ્ય બાબુભાઇ શાહે રેલવે ફાટક ઉપર ઓવરબ્રજિ બનાવવા ઉપરાંત સામખિયાળી-ચિત્રોડ પાઇપલાઇન પાથરવા અંગે વનવિભાગ તાત્કાલિક િનર્ણય લે તે જોવા અપીલ કરી હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વિનોદ ચાવડાએ શિક્ષણ વિભાગમાં અનુ.જાતિના શિક્ષકોની ફાઇલ છે તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સૂચવ્યું હતું.
આ પૂર્વે કલેકટરે અધિકારીઓ સાથે સંકલન સમિતિ અધિકારીઓની બેઠકમાં પેન્શનરોના કેસ સત્વરે ઉકેલવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. નવા નિમાયેલા અધિક
કલેકટર ડી.બી. શાહે બેઠકનું સંચાલન કર્યું હતું.