• Gujarati News
  • રેલવે ટ્રેક નજીકથી નવજાત બાળકીની લાશ મળી

રેલવે ટ્રેક નજીકથી નવજાત બાળકીની લાશ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહરા દરવાજા પાસેના રેલવે ટ્રેક નજીકથી એક નવજાત બાળકી મળી આવી હતી. એક રૂમાલમાં વીંટાળેલી આ બાળકીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં નજીક જ આવેલી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે રેલવે પોલીસે અજાણી માતા સામે બાળકી ત્યજી દીધાનો ગુનો નોંધ્યો હતો. બાળકીનું મૃત્યુ થયું ત્યારે તે એક જ દિવસની હતી. પોલીસે આજુબાજુના વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપનારી મહિલાઓ ફરતે તપાસ કેિન્દ્રત કરી છે.