• Gujarati News
  • અમદાવાદનો વેપારી રિંગ રોડ પર લૂંટાયો

અમદાવાદનો વેપારી રિંગ રોડ પર લૂંટાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિંગ રોડ પર આવેલી રતન માર્કેટ પાસે અમદાવાદના વેપારીને માર મારી લૂંટી લેવાયા હતા. લૂંટ કરનારા ચારેય યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતા. સલાબતપુરા પોલીસના જણાવ્યા અનુસાર કનૈયાલાલ ભિકતરામ આચાર્ય કાપડના વેપારી છે. તા. ૨૬મીના રોજ સુરત આવ્યા હતા. સાંજના સમયે રિંગ રોડ પર આવેલી રતન માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નઇમ મોટિયો અને તેના સાગરિતો કનૈયાલાલને આંતરીને માર મારી તેમની પાસેના રોકડા રૂપિયા ૨૧,૭૦૦ લૂંટી લીધા હતા. આ અંગે કનૈયાલાલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.