• Gujarati News
  • કાપોદ્રામાં પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત

કાપોદ્રામાં પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રામાં અમીપાર્ક સોસાયટી ખાતે રહેતા રત્નકલાકારની પત્નીએ શુક્રવારે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. કાપોદ્રા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ કૌશીકભાઇ શિરોયા મૂળ સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બુતડી ગામના વતની છે. તેઓ રત્નકલાકાર તરીકે કામ કરે છે અને કાપોદ્રામાં કારગીલ ચોક પાસે આવેલી અમીપાર્ક સોસાયટીના મકાન નં.૮ ખાતે રહે છે. તેમની પત્ની સંગીતાબેને શુક્રવારે સવારે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી તાત્કાલિક તેને સારવાર માટે પી.પી સવાણી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. સંગીતાબેને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે બાબતે કોઇ જાણકારી મળી શકી નથી. સંગીતાબેનને સંતાનમાં એક ચાર વર્ષની પુત્રી છે. આ બાબતે કાપોદ્રા પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કાપોદ્રા પીએસઆઇ એસ.એમ.વસાવા કરી રહ્યા છે.