• Gujarati News
  • ગટરમાંથી ૩૫ બોરી કોલસી, ધાગાઓ નીકળ્યા

ગટરમાંથી ૩૫ બોરી કોલસી, ધાગાઓ નીકળ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક


કતારગામ ઝોનમાં છેલ્લા ઘણા સમયથી ગટર ચોકઅપ થવાની ફરીયાદો વધી જતાં સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને આ વિસ્તારના નગર સેવકો માટે આ પ્રશ્ન માથાનો દુખાવો બની ગયો હતો હવે આ સમસ્યા કાયમી ધોરણે હલ કરવા માટે પાલિકાએ દિલ્હીની ઇ.ટી.એન્વાયરોટેક કંપનીનુ મશીન મંગાવી ગટર સફાઇ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ કામગીરી દરમીયાન લોકોની બેદરકારી અને નાસમજીના ઉદાહરણો પણ બહાર આવી રહ્યાં છે. પાલિકાએ લોકોને સુવિધા આપવા માટે બનાવેલી ગટર લાઇનમાં લોકો દોરાના ગુંચળા, સાડીના ટુકડા, કાપડના તાકા, પ્લાસ્ટિકનો વેસ્ટ અને કોલસી પણ નાખતા હોવાનુ આ સફાઇ દરમીયાન બહાર આવ્યુ હતુ.ં આ મશીન દ્વારા કતારગામ ઉપરાંત પાલમાં બેસી ગયેલી ગટર લાઇન અને ગોપી તળાવ વિસ્તારમાં પણ ગટરની સફાઇ કરવામાં આવશે.
૫૦ સોસાયટીની સમસ્યા દૂર થશે

કતારગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન ઉભરાવાની ફરીયાદો વધી જવા પામી હતી લગભગ ૫૦ સોસાયટીઓમાં ગટર લાઇન વારંવાર ચોકઅપ થતી હોવાથી પાલિકાના સુઅર જેટિંગ મશીનથી સફાઈ કરવા છતા આ સમસ્યાનો કાયમીહલ આવતો નહોતો હવે આ મશીનથી કતારગામ જોનમાં જયાં સૌથી વધુ ફરીયાદો મળે છે તેવા વસ્તાદેવડી રોડ, કતારગામ આશ્રમથી વેડરોડ તરફ જતા રોડ અને વેડ રોડની આસપસાની સોસાયટીઓમાં ગટર લાઇન સાફ કરવામાં આવી રહી છે.

કલાકના હીસાબે આ મશીનનુ ભાડુ ચુકવાય છે.
દિલ્હીની ઇ.ટી.એન્વાયરોટેક કંપનીનુ મશીન હાઇપ્રેશર સેકશન કમ સુઅર જેટિંગ મશીન તરીકે ઓળખાય છે. આ મશીનથી ગટર લાઇનમાં ફસાયેલો ગમે તેવો ઘન કચરો પણ બહાર ખેચી શકાય છે. આ કંપની પાસેથી સુરત મહાનગર પાલિકાએ રેન્ટ પર મશીન મંગાવ્યુ છે. કલાક પેટે તેને બાડુ ચુકવવામાં આવે છે. જેમા ડીઝલ અને કામદારો પણ આ કંપનીના જ હોય છે. આ કામદારો પણ સ્પેશિયલ તાલીમ લીધેલા છે જેમા એક કામદાર તો ઓકસીજની નળી સાથે ગટર લાઇનમાં ઉતરે છે અને છ કલાક સુધી ગટર લાઇનમાં રહેવાની ક્ષમતા ધરાવે છે. આ મશીન દ્વારા સી.સી.ટીવી કેમેરાને પણ ગટર લાઇનમાં ઉતારવામાં આવે છે જેના દ્વારા ગટર લાઇન કયા ચોકઅપ છે અને શેના કારણે ચોકઅપ થાય છે તે જાણવા મળે છે અને તેનો નીકાલ કરવામાં આવે છે.

લોકોને જાગૃતી રાખવા અપીલ

^ અમે ગટર લાઇન ચોકઅપ થવાની ફરીયાદો વધતા ચોંકી ઉઠયા હતા તેથી પાલિકા કમિ®નરને રજુઆત કરી હતી તેના પગલે આ મશીન મંગાવાયુ છે.સફાઇ દરમીયાન નીકળતી ચાજો જોઇને અમને લોકોની બેદરકારી પ્રત્યે દુ:ખ થાય છે. પાલિકા લોકોને સુવિધા આપવા કેટલા પ્રયત્નો કરે છે પરંતુ અમુક લોકોમાં જાગૃતી ન હોવાથી બીજા લોકોને પણ ભોગવવુ પડે છે. લોકો જાગૃતી બતાવી જો આવી ચીજો ગટરમાં ન નાંખે તો આ સમસ્યા ઉભી જ ના થાય.
નીરંજન જાંજમેરા, નગર સેવક-કતારગામ
ગટરમાંથી આવી ચીજો નીકળે છે
કતારગામ વિસ્તારમાં દિલ્હીથી આવેલા સ્પેશિયલ મશીન દ્વારા ગટર લાઇની સફાઇ હાથ ધરવામાં આવી છે. આ સફાઇ કામગીરી દરમીયાન ગટરમાંથી નીકળેલી ચીજો જોઇને પાલિકાના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. અહીં ગટર લાઇનમાંથી કોલસાની (અથવા હીરાની સારણ માંજતા નીકળેલી ભુકી)ની બોરીઓ, સાડીના પીસ, કાપડના તાકા, પ્લાસ્ટિકના દાણાનો જથ્થો, ધાગા કટિંગ કરાયા બાદ નીકળતો વેસ્ટ વગેરે નાશ ન પામતી ચીજોના ઢગલા નીકળ્યા હતા. મકનજી પાર્ક પાસે તો ૩૫ બોરી કોલસીની ભુકી નીકળી હતી તો વસ્તાદેવડી રોડ પર એક ટ્રેકટર ભરાય તેટલા ધાગાનો જથ્થો નીકળ્યો હતો.