• Gujarati News
  • વડનગરના જૂના બસ સ્ટેન્ડે એસટી ટર્મિનલ બનાવવાનો માર્ગ મોકળો

વડનગરના જૂના બસ સ્ટેન્ડે એસટી ટર્મિનલ બનાવવાનો માર્ગ મોકળો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
વડનગર એસ.ટી. ટર્મિનલ તેમજ વાણજિય હેતુના બાંધકામ માટે નગિમ દ્વારા નગરપાલિકા પાસે મગાયેલી પરવાનગી પર પાલિકાની આયોજન સમિતિએ મંજૂરીની મહોર મારી છે, જેના કારણે હવે નગરનો વિકાસ વધશે તેમ અગ્રણીઓ માની રહ્યા છે.
એસ.ટી. નગિમ દ્વારા વિસનગર-વડનગર રોડ પર આવેલા વર્કશોપ પર અધ્યતન એસટી ડેપો બનાવવામાં આવનાર છે અને સર્વે નં. ૩૧૬૦/૧ માં આવેલ જૂના બસ સ્ટેન્ડમાં એસટી ટર્મિનલ અને વાણજિય હેતુના બાંધકામ માટે નગરપાલિકા પાસે પરવાની માગવામાં આવી છે. આ પરવાનગી ઘણી પૂર્તતા બાકી હોવાથી અરજી પેન્ડીંગ પડી હતી. જોકે, તાજેતરમાં મળેલી નગરપાલિકાની આયોજન સમિતિની બેઠકમાં નગિમ દ્વારા માગવામાં આવેલી આ પરવાનગીને મંજૂરી અપાઇ છે. જેના કારણે વડનગરના જૂના એસટી ડેપોમાં ટર્મિનલ, વાણજિય સંકુલનું બાંધકામ કરાશે. આ પરવાનગીને કારણે શહેરનો વિકાસ વધશે તેમ અગ્રણીઓ માની રહ્યા છે.
આ અંગે ચીફ ઓફિસર મીતાબેન બ્રહ્નભટ્ટે જણાવ્યું હતું કે,નગિમ દ્વારા પરવાનગી માટે રજૂ કરવામાં આવેલા આધાર પુરાવા પૂરતા ન હોવાથી પરવાનગી આપી શકાઇ ન હતી. તેમણે વાણજિય બાંધકામના હેતુફેર સહિતના પુરાવા રજૂ કરાતાં હવે આ પરવાનગી આપી છે જેના કારણે નગરનો વિકાસ થશે.