• Gujarati News
  • ખેરાલુના યુવાનની ટ્રક બારોબાર વેચી મારી છેતરપિંડી કરાઇ

ખેરાલુના યુવાનની ટ્રક બારોબાર વેચી મારી છેતરપિંડી કરાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ખેરાલુ
ખેરાલુના દેસાઇવાડામાં રહેતા એક યુવાનની આઇવા ટ્રક રૂ.૧૪.૯૦ લાખમાં વેચાણ રાખ્યાનો કરાર કરી મહેસાણાના ગેરેજવાળાએ અમદાવાદના એક શખ્સને રૂ.૨.૪૦ લાખમાં વેચી મારી ઠગાઇ કરી હોવા અંગે યુવાને ચાર જણા વિરુદ્ધ અત્રેના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ખેરાલુના દેસાઇવાડામાં રહેતા ચૌધરી હર્ષદકુમાર દલજીભાઇએ જીજે ૧૮ એકસ ૯૨૪૯ નંબરનું આઇવા ડમ્પર ૨૭ જૂને મહેસાણા હાઇવે પર આવેલા રાજસ્થાન ગેરેજના માલિક અંકિતકુમાર ઇશ્ર્વરભાઇને ત્યાં વેચાણ અર્થે મુકેલ હતું. ગેરેજવાળા અંકિતકુમારે સતલાસણાના દુલાણાના બારોટ રાકેશભાઇના માધ્યમથી અમદાવાદમાં રહેતા અન્સારી અબ્દુલરહેમાન અબ્દુલશકુરને મુસ્તફા નામના એક શખ્સની હાજરીમાં રૂ.૧૪,૯૦,૦૦૦માં વેચાણ આપ્યું હતું. આરોપીઓએ એક ફાયનાન્સ કંપનીમાંથી ફરિયાદી યુવાનની આઇવા ઉપર દર માસે રૂ.૩૫,૦૮૦નો હ’ો નક્કી કરી આવા ૩૪ હ’ા ઉપર ધિરાણ પણ લઇ લીધું હતું. પરંતુ યુવાનને તેની આઇવાની બાકી રકમ રૂ.૧૨.૫૦ લાખ ચૂકવ્યા વગર આરોપીઓ આઇવા સાથે પલાયન થઇ જતાં પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ પામેલા આ યુવાને આ ગેરેજવાળા શખ્સ સહિત ચાર જણા વિરુદ્ધ અત્રેના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.