• Gujarati News
  • પાંચોટ ગામમાં જમવાની બાબતમાં ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને કુહાડી મારી

પાંચોટ ગામમાં જમવાની બાબતમાં ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને કુહાડી મારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
પાંચોટ ગામે જમવાનું શું બનાવ્યું છે ? તેમ કહી પુત્રએ પિતા પર કુહાડી વડે કરેલા હુમલાનો મામલો મહેસાણા તાલુકા પોલીસ મથકમાં પહોચ્યો છે.પોલીસે ગુનો નોધી હુમલાખોર પુત્રની ધરપકડના ચક્રોગતિમાન કરાયા છે.
મહેસાણા તાલુકાના પાંચોટ ગામના ગોપાળજી રણછોડજી ગુરુવારે બપોરે ઘરે હાજર હતા તે સમયે તેમના પુત્ર વનરાજજીએ જમવાનું શું બનાવ્યું છે તેમ પૂછતાં તેઓએ બટાકાનું શાક અને ખીચડી બનાવી હોવાનું કહ્યું હતું. જમવાનું સારું ન બનાવ્યું હોવાના મુદ્દે વનરાજજીએ અપશબ્દો બોલી ઘરમાં પડેલી કુહાડી વડે હુમલો કરતાં ગોપાળજીને ગંભીર ઇજા થઇ હતી. આથી તેમને સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે વનરાજજીની વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.